મોબાઈલમાં જોવા મળતા Airplane Modeના પાંચ કમાલના ફાયદા જાણો છો? જાણી લેશો તો આજથી જ…

રોટી, કપડાં ઔર મકાનની સાથે સાથે હવે મોબાઈલ ફોન એ લોકોના જીવનમાં સૌથી મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. મોબાઈલ ફોન વિના હવે તો લોકોને એક પણ ઘડી ચાલતું નથી. જો તમે પણ મોબાઈલ ફોન યુઝ કરો છો તો તમે પણ તમારા ફોનમાં એરોપ્લેન મોડ કે ફ્લાઈટ જોયું જ હશે, પરંતુ શું તમને આ મોડનો ઉપયોગ ખબર છે? આજે અમે તમને અહીં આ મોડના પાંચ એવા કામના ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે જાણીને તમે પણ ખુશી ઉછળી પડશો, પરંતુ એના માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે.
ફોનમાં રહેલાં ફ્લાઈટ મોડનો જો તમે સ્માર્ટલી ઉપયોગ કરશો તો તમે તમારા ફોનની બેટરી તો બચાવી જ શકો છો, પણ એની સાથે સાથે તમારો ફોન પણ ઝડપથી ચાર્જ કરી શકો અને એની સાથે સાથે બીજા ફાયદા પણ મેળવી શકો છો. ચાલો જોઈએ કયા છે આ પાંચ ઉપયોગ એરોપ્લેન મોડના-
ફોન થશે ઝડપથી ચાર્જ
અગાઉ કહ્યું એમ એરોપ્લેન મોડનો ઉપયોગ કરીને તમે તમારો મોબાઈલ ફોન ઝડપથી ચાર્જ કરી શકો છો. આ સિવાય તમે આ મોડનો ઉપયોગ કરીને ફોનની બેકગ્રાઉન્ટ એક્ટિવિટીઝ જેમ કે નેટવર્ક, વાઈફાઈ અને બ્લ્યુટૂથ બંધ થઈ જાય છે. આને કારણે ચાર્જિંગ સમયે ડિવાઈઝ પરપ ઓછો લોડ પડે છે. જે લોકોના ફોનના ચાર્જરમાં ફાસ્ટ ચાર્જિંગની ફેસેલિટી નથી તો તેમના માટે આ એરોપ્લેન મોડ ખૂબ જ કામનો સાબિત થાય છે.

બેટરી યુસેઝ ઘટશે
જો તમે કોઈ એવા વિસ્તામાં છો તે જ્યાં નેટવર્ક ડાઉન છે તો તમારો ફોન સતત નેટવર્ક શોધે છે, જેને કારણે બેટરી ઝડપથી વપરાય છે. આવી સ્થિતિમાં ફોનને થોડો આરામ મળે એટલે તેને એરોપ્લેન મોડ પર રાખી શકો છો. જેને કારણે તમારો ફોન વારંવાર નેટવર્ક સર્ચ નહીં કરે અને ફોનની બેટરી બચેલી રહેશે. જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે તમે એરોપ્લેન મોડ બંધ કરી શકો છો.
ફોક્સ વધારવામાં કરે છે મદદ
એરોપ્લેન મોડ માત્ર બેટરી બચાવવાનું જ કામ નથી કરતો, પણ તેને ફોકસ કરવામાં પણ મદદ કરે છે. સતત નોટિફિકેશન, કોલ અને મેસેજ ધ્યાન ભટકાવી શકે છે. જો તમે અભ્યાસ કરી રહ્યા છો કે કોઈ પણ ખાસ ટાસ્ક કરી રહ્યા છો તો આવી સ્થિતિમાં ફોકસ કરવું ખૂબ જરૂરી છે. આવી સ્થિતિમાં તમે એરોપ્લેન મોડનો ઉપયોગ કરી શકો છો, જેનાથી તમને ફોકસ કરવામાં ખૂબ જ મદદ મળે છે.
બાળકોને ઈન્ટરનેટથી રાખશે દૂર
જો તમારું બાળક ફોનમાં ગેમ રમી શકે, પણ ઈન્ટરનેટ એક્સેસ ના કરી શકે તો એના માટે તમે એરોપ્લેન મોડની મદદ લઈ શકો છો. તમે એરોપ્લેન મોડ ઓન કરી દેશો તો તમારો ફોન તો ચાલું રહેશે, પણ તેમાં નેટવર્ક નહીં આવે અને તે ઈન્ટરનેટ નહીં એક્સેસ કરી શકે છે.
ઓવરહીટિંગથી બચાવે
ઘણી વખત બેડ નેટવર્ક કવરેજ કે બેકગ્રાઉન્ડમાં વધતી એક્ટિવિટીને કારણે મોબાઈલ ફોન ઝડપથી ગરમ થાય છે. આવી સ્થિતિમાં તમે ફોનને ઠંડો કરવા માટે પણ એરોપ્લેન મોડનો ઉપયોગ કરી શકો છો. આને કારણે નેટવર્ક કનેક્ટિવિટી બંધ થઈ જશે અને પ્રોસેસર લોડ નહીં આવે અને તમારો ફોન ઠંડો રહેશે.
આ પણ વાંચો…શું તમે પણ બીજાનું ચાર્જર માંગીને મોબાઈલ ચાર્જ કરો છો? પહેલાં આ વાંચી લો…



