સ્પેશિયલ ફિચર્સ

મીઠાને કારણે દર વર્ષે આટલા લાખ લોકોના મૃત્યુ થાય છે… જાણો કઈ રીતે?

ભારતીય રસોઈ જ નહીં પણ કોઈ પણ રસોઈમાં મીઠા વગર કોઈ જ સ્વાદ નથી. મીઠું એ એક એવું ઘટક છે કે જેની ઓછી હાજરી પણ ઉડીને આંખે વળગે છે અને તેની વધારે પડતી હાજરી પણ મોઢાનો સ્વાગ બગાડી મૂકે છે. આ પરથી એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે મીઠાનું લિમીટમાં જ સેવન કરવું જોઈએ, કારણ કે વધારે પડતું મીઠાનું સેવન જીવલેણ સાબિત થઈ શકે છે. આવું અમે નહીં પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટમાં જાણવા મળ્યું છે. WHOના રિપોર્ટમાં આ સિવાય પણ અનેક બીજી ચોંકાવનારી બાબતો જાણવા મળી હતી.

WHOના રિપોર્ટ અનુસાર, દુનિયાભરમાં એડલ્ટ દરરોજ બે ચમચી એટલે કે આશરે 10.78 ગ્રામ મીઠાનું સેવન કરે છે અને આ બે ચમચી મીઠામાં 4310 મિલિગ્રામ સોડિયમ જોવા મળે છે. સોડિયમનું આ પ્રમાણ રોજિંદી જરૂરિયાત કરતાં ડબલ હોવાનું કહેવાય છે અને એ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

મીઠાનું વધારે પડતું સેવન કરવાથી અનેક પ્રકારની જીવલેણ બીમારીઓ થવાનું જોખમ તોળાય છે. WHO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પુખ્ત વયના લોકોએ દરરોજ 2000 મિલિગ્રામ સોડિયમનું જ સેવન કરવું જોઈએ. જો આટલા સોડિયમની વાત કરતાં હોઈએ તો દરરોજ આશરે એક વ્યક્તિએ 5 ગ્રામ કરતાં પણ ઓછું મીઠું ખાવું જોઈએ.

તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે WHOના રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે દર વર્ષે આશરે 18.9 લાખ લોકોના મૃત્યુનું કારણ બને છે મીઠાનું વધું પડતું સેવન. વધારે પડતા સોડિયમને કારણે કરોડો લોકો અનેક પ્રકારની ગંભીર બીમારીઓનો ભોગ પણ બને છે, જેમાં હાઈ બ્લડ પ્રેશર, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ, ગેસ્ટ્રિક કેન્સર, મેદસ્વીતા, કિડની રોગ, ઓસ્ટીયોપોરોસીસ સહિતની અન્ય ગંભીર બીમારીઓનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button