બુધ મચાવશે આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં બબાલ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
બુદ્ધિના દાતા અને ગ્રહોના રાજકુમાર એવો બુધ ગ્રહ પહેલી ફેબ્રુઆરીના મકર રાશિમાં પ્રવેશ્યા છે. બુધનું ગોચર લોકોના જીવનમાં ફાઈનાન્શિયલ, પ્રોફેશનલ, વાણી, બુદ્ધિ પર અસર કરે છે. પણ હવે આ જ બુધ અસ્ત થવા જઈ રહ્યા છે.
જ્યોતિષશાસ્ત્રમાં કોઈ પણ ગ્રહનું અસ્ત થવું બિલકુલ સારું નથી માનવામાં આવતું, કારણ કે ગ્રહના અસ્ત થવાને કારણે તેની શક્તિ ક્ષીણ થઈ જાય છે. જોકે, અસ્ત ગ્રહની પણ જીવન પર શુભ અને અશુભ અસર જોવા મળી રહી છે.
આઠમી ફેબ્રુઆરીના બુદ્ધ અસ્ત થવા જઈ રહ્યો છે અને 11મી માર્ચના ફરી તે ઉદિત થશે. આ રીતે એકાદ મહિના સુધી બુધ મકર રાશિમાં અસ્ત સ્થિતિમાં રહેશે. અસ્ત થઈ રહેલો બુધ ત્રણ રાશિઓને અશુભ ફળ આપી રહ્યો છે, પરિણામે આ રાશિના જાતકોએ ખાસ સાવધ રહેવાની જરૂર છે.
બુધનું અસ્ત થવું મેષ રાશિના જાતકોને અશુભ ફળ આપી રહ્યું છે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ ખૂબ જ ઓછો મળી રહ્યો છે. કામ પૂરું થવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે. કામના સ્થળે થોડું સંભાળીને રહેવાની જરૂર છે. નોકરી સંબંધિત કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવું તમારા માટે ફાયદાકારક રહેવું પડશે. એકાગ્રતાની કમી, વાણીની કડવાશ તમને નુકસાન પહોંચાડી શકે છે. ધન હાનિના યોગ બની રહ્યા છે. પ્રવાસ કરશો તો નુકસાન થવાનું શકશે. વેપારમાં આજે પ્રતિસ્પર્ધીઓ તમને હેરાન કરવાનો પ્રયાસ કરશે.
મિથુન રાશિના લોકો માટે બુધનું અસ્ત થવું અનેક પ્રકારની સમસ્યાઓ લઈને આવી રહ્યું છે. આ લોકોને આર્થિક નુકસાન થવાના યોગ બની રહ્યા છે. પારિવારિક સમસ્યાઓ કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરવું તમારા માટે ફાયદાનો સોદો થશે. બિઝનેસમાં કોમ્પિટિશનનો સામનો કરવો પડશે. નોકરી કરનારાઓ લોકો પરેશાન રહેશે. કામનો બોજ વધશે.
સિંહ રાશિના લોકો માટે બુધનું અસ્ત થવું નુકસાન પહોંચાડી શકે છે. આર્થિક નુકસાન થઈ રહ્યું છે. રોકાણ કે લેવડ-દેવડની સાવધાની રાખવાની જરૂર છે. નોકરી કરી રહેલાં લોકોને નવી નવી તક મળી શકે છે, પણ એનો અમલ કરતાં પહેલાં સમજી વિચારી લો. કામના સ્થળે થોડું જાગરૂક રહેવું પડશે. તમારા કામનું ક્રેડિટ આજે બીજા કોઈને મળી શકે છે. ઘરમાં ઝઘડા, ક્લેશ, તાણની પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે. આજે તમને છેતરાયા હોવાની ફિલિંગ આવશે.