બુધ ચાલશે વક્રી ચાલઃ આ ત્રણ રાશિના જાતકો આળોટશે ધનના ઢગલાંમાં…

જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે નવગ્રહમાં તે સૌથી નાના છે. બુધને બુદ્ધિમતા અને જ્ઞાન સાથે જોડીને જોવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની રાશિમાં બુધ નકારાત્મક સ્થિતિમાં હોય તો તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે અને કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત હોય તો ભાગ્ય ચમકી ઉઠે છે. આવા આ બુધ પાંચમી ઓગસ્ટના વક્રી થવા જઈ રહ્યા છે જેને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોનું સૂતેલું ભાગ્ય જાગી ઉઠશે. ચાલો સમય વેડફ્યા વિના જોઈએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ-
મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે બુધનું વક્રી થવું લાભદાયી સાબિત થવાનું છે. આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. બચત કરવામાં પણ સફળતકા મળી રહી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમયગાળો સારો રહેવાનો છે. નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકો માટે પણ સમય એકદમ અનુકૂળ રહેશે.પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવશો.
આ પણ વાંચો : આજનું રાશિફળ (30-07-24): મિથુન, મકર અને મીન રાશિના જાતકોને આજે થશે Financial Benefits, જાણો બાકીની રાશિના શું છે હાલ?
તુલાઃ

તુલા રાશિના જાતકો માટે બુધનું વક્રી થવું પ્રમોશન અને પ્રગતિના દ્વાર ખોલનારું સાબિત થઈ રહ્યું છે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થશે અને કોઈ નવી જવાબદારી મળી શકે છે. આર્થિક બાબતોમાં પણ રાહત મળવાના યોગ છે અને બચત કરવામાં સફળતા મળશે. વેપારમાં મનચાહ્યો ફાયદો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.
કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આ સમયગળો મિશ્રિત પરિણામ આપનારો રહેશે. બિઝનેસમાં લાભ થશે. નોકરી કરનારા લોકો કામના વધારાના દબાણને કારણે ભૂલ થવાની શક્યતા છે. મિત્રો સાથે લોન્ગ ટ્રિપ પર જવાનું પ્લાન બનાવશો. જીવનસાથી સાથે કોઈ મુદ્દે અણબનાવ થઈ શકે છે. પોતાની જાતને ખૂબ જ શાંત અને સંયમિત રાખવાનો પ્રયાસ કરવો પડશે.