એક જોડી કોલ્હાપુરી ચંપલની કિંમત દોઢ લાખ રૂપિયા???

ફેશનની દુનિયામાં દિવસે નહીં એટલા રાતે પરિવર્તન આવતા હોય છે અને એનો જીવતા જાગતો પુરાવો સોશિયલ મીડિયા પર મળી ગયો. ઈટલીની એક જાણીતી લક્ઝરી બ્રાન્ડે માર્કેટમાં એક ચંપલ રજૂ કરી છે, જેની કિંમત જાણીને નેટિઝન્સના હોંશ ઉડી ગયા છે. ચાલો જાણીએ શું છે આખો મામલો-
વાત જાણે એમ છે કે આ જાણીતી બ્રાન્ડે પોતાનું મેન્સ સ્પ્રિંગ, સમર 2026નું કલેક્શન લોન્ચ કર્યું હતું અને એમાં કોલ્હાપુરી ચપ્પલ જેવી દેખાતી ચંપલ પણ માર્કેટમાં ઉતારી છે. આ ચંપલની એક જોડીની કિંમત આશરે એક લાખ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. જ્યારે ભારતમાં આ કોલ્હાપુરી ચંપલની કિંમત 250થી 500 રૂપિયામાં મળી જાય છે.
અહીંયા તમારી જાણ માટે કે કોલ્હાપુરમાં બનનારી આ કોલ્હાપુરી ચંપલ દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ ચંપલ સંપૂર્ણપણે હાથ બનાવટની અને ચામાડાથી બનાવવામાં આવે છે. ભારતીય ડિઝાઈનર એ વાતથી ખુશ છે કે આ દેસી ડિઝાઈનને ઈન્ટરનેશનલ ફેશનમાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ આ જાણીતી બ્રાન્ડ દ્વારા તેમના દ્વારા બજારમાં લોન્ચ કરવામાં આવેલા આ ચંપલના મૂળ વિશે ઉલ્લેખ ન કરવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
બ્રાન્ડ દ્વારા રજૂ કરવામાં આવેલી આ ચંપલ જોઈને જ કોઈને પણ ખ્યાલ આવી જાય કે આ મહારાષ્ટ્રના કોલ્હાપુરી ચંપલની કોપી છે. સોશિયલ મીડિયા પર આ વાતને લઈને હવે અલગ જ વિવાદ છેડાઈ ચૂક્યો છે કે ઈન્ટરનેશનલ ફેશન બ્રાન્ડ ભારતીય ફેશનને ક્રેડિટ કેમ નથી આપતા.
ઈટલીની આ જાણીતી બ્રાન્ડ દુનિયાભરમાં પોતાની હેન્ડ બેગ્સ, ચશ્મા, ચંપલ, શૂઝ, રેડી ટુ વિયર કપડાં, પરફ્યુમ સહિત બીજા પ્રોડક્ટ્સ વેચીને ધૂમ કમાણી કરે છે, પરંતુ આવી ઓછી હરકત તેમની બ્રાન્ડ વેલ્યુ વધારશે કે ઘટાડશે એ એક સવાલ છે.