લાડકીસ્પેશિયલ ફિચર્સ

menopause myths: ખોટી વાતોમાં ન આવો તે માટે જાણો શું છે સાચી વિગતો

મેનોપોઝ સ્ત્રીઓના જીવનનો એક મહત્વનો તબક્કો છે. લગભગ 45 વર્ષ આસપાસની તમામ સ્ત્રીઓ આ સમયગાળામાંથી પસાર થાય છે. આ સમય દરમિયાન તેના શારરિક અને માનસિક સ્થિતિમાં ઘણા ફેરફાર આવે છે. આ એ સમય છે જ્યારે દરેક મહિલાએ પોતાના સ્વાસથ્યનું ધ્યાન રાખવું જોઈએ અને તેનાં પરિવારે મહિલાને તેનાં આ સમયગાળા દરમિયાન સાથે અને હૂંફ આપવી જોઈએ. પણ જાણકારીના અભાવે આમ બનતું નથી, વધારામાં આ સ્થિતિ મામલે ઘણી ગેરમાન્યતાઓ છે જેનો શિકાર મહિલાઓ બને છે. તો આજે આપણે આ ખોટી માન્યતાની સાચી હકીકત શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું.

menopause myths- 1. હૉટ ફ્લેશ એ એકમાત્ર લક્ષણ છેઃ આ વાત સાવ ખોટી છે. આ એકમાત્ર લક્ષણ છે. મેનોપોઝની શરૂઆતમાં માસિકધર્મમાં અનિયમિતતા, અનિદ્રા, થાક, નબળાઈ, મૂડ સ્વિંગ, વજન વધવું વગેરે લક્ષણો છે. મેનોપોઝ આવતા પિરિયડ બંધ થઈ જાય છે.

menopause myths- 2. મહિલાઓમાં સેક્સ ડ્રાઈલ ઓછી થઈ જાય છેઃ આ મેનોપોઝનું લક્ષણ નથી. ઉંમર વધતા મહિલાઓની જાતીય ઈચ્છાઓ ઘણીવાર ઓછી થાય છે. આનું કારણ એ પણ છે કે હોર્મોનલ ચેન્જીસના કારણે યોનિ સૂકી થઈ જતી હોય છે. આ સાથે મૂડ સ્વિંગને લીધે પણ જાતીય ઈચ્છાઓ ઓછી થાય છે. આ સમયે તેનો મેલ પાર્ટનર કેટલો પ્રેમ અને કાળજી લે છે તે મહત્વનું છે.

Menopause myths: Know the true details to avoid fallacies

menopause myths- 3. શરીરમાંથી હોર્મોન્સ ખતમ થઈ જાય છેઃ આ એકદમ તથ્યહીન વાત છે. મહિલાઓના શરીરમાં સેક્સની ઈચ્છા ઊભી થાય તે માટે એસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ હોય છે. માનવામાં આવે છે કે મેનોપોઝ દરમિયાન આ હૉર્મોન્સનું પ્રોડક્શન બંધ થઈ જાય છે, પરંતુ તેમ નથી, આ હૉર્મોન્સ ઉત્પન થતા જ રહે છે.

menopause myths- 4. મેનોપોઝ માત્ર શારિરીક પરિવર્તન લાવે છેઃ આ વાત મહિલાઓ કરતા તેની આસપાસના પુરુષો અને પરિવારે સમજવા જેવી છે. આ માત્ર શારીરિક નહીં, માનસિક રીતે અસર કરતો જીવનનો પડાવ છે. આ સમય દરમિયાન મૂડ સ્વિંગ ઉપરાંત, માનસિક થાક, યાદશક્તિ ઓછી થવી, એકાગ્રતા ઓછી થવી, બેચેની રહેવી અને તાણ અનુભવવી જેવી માનસિક અસર પણ થાય છે. આ દરમિયાન મહિલાને સતત સહકાર અને કાળજીની જરૂર હોય છે.

Menopause myths: Know the true details to avoid fallacies

menopause myths- 5. મેનોપોઝનો ઈલાજ છેઃ વાસ્તવમાં આ કોઈ બીમારી જ નથી એટલે ઈલાજ કરવાનો સવાલ જ ઊભો થતો નથી. મેનોપોઝની પ્રક્રિયામાંથી દરેક મહિલાએ 45 વર્ષની ઉંમર બાદ વહેલા કે મોડા પસાર થવું પડે છે. આનો કોઈ ઈલાજ નથી અને કરવાની જરૂર પણ નથી. જે મહિલા માસિકધર્મમાં બેસે એટલે કે જેની મેન્સ્ટ્રુએશન સાયકલ ચાલતી હોય તેનાં જીવનમાં આ સ્થિતિ આવે જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button