T-શર્ટમાં ‘T’નો અર્થ શું થાય છે? 99 ટકા લોકોને ખબર નથી આ સવાલનો જવાબ…

આપણામાંથી મોટાભાગના લોકો તેમના રોજિંદા જીવનમાં ટી-શર્ટ (T-Shirt) પહેરે છે પણ શું તમને ખબર છે કે ટી-શર્ટ ટી એટલે કે Tનો શું અર્થ છે? નહીં ને? આઈ એમ શ્યોર આજે આ સ્ટોરી પૂરી થશે ત્યાં સુધીમાં તો તમને આ સવાલનો જવાબ મળી જશે. ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
ટી-શર્ટમાં ટીનો અર્થ શું થાય છે એ વિશે વાત કરીએ એ પહેલાં ટી-શર્ટના ઈતિહાસમાં એક ડોકિયું કરીએ. સૌથી પહેલાં તો તમને જણાવી દેવાનું કે ટી-શર્ટનો ઈતિહાસ 20મી સદી સાથે સંકળાયેલો છે. 20મી સદીની શરૂઆતથી ટી-શર્ટ પહેરવામાં આવે છે. એવું કહેવાય છે કે શરૂઆતમાં આને અનેક વર્કર્સ અંડરગાર્મેન્ટ્સ તરીકે પહેરતા હતા.
વાત કરીએ ટી-શર્ટમાં ટીના અલગ અલગ અર્થ જણાવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે ટી-શર્ટમાં ટીનો ઉપયોગ તેના આકારને કારણે કરવામાં આવે છે. જો ટી-શર્ટને સીધું રાખવામાં આવે તો તેનો આકાર અંગ્રેજીના આલ્ફાબેટ ટી જેવો દેખાય છે. આ સિવાય અનેક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ટી-શર્ટમાં ટીનો અર્થ ટોરસો કે ટોપ સાથે પણ થાય છે.
એવું કહેવાય છે કે વર્લ્ડ વોર 2 દરમિયાન અમેરિકન સૈનિકો વચ્ચે ટી-શર્ટ ખૂબ જ લોકપ્રિય હતા અને એટલે જ કેટલાક લોકોનું એવું માનવું છે કે ટીનો અર્થ ટ્રેનિંગ થાય છે. સમયની સાથે ટી-શર્ટનું સ્વરૂપ બદલાયું છે. હવે તો બજારમાં કોલર નેક, રાઉન્ડ નેક, પોલો નેક સહિતના અલગ અલગ સ્ટાઈલના ટી-શર્ટ મળી રહ્યા છે.
છે ને એકદમ યુનિક અને ઈન્ફોર્મેટિવ સ્ટોરી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.