લિફ્ટમાં જોવા મળતા ‘M’ અને ‘C’ બટનનો અર્થ શું થાય છે? જાણો મેઝેનાઇન અને કોનકોર્સ ફ્લોર વિશે…

આજકાલ દેશભરમાં ગગનચૂંબી ઈમારતો જોવા મળે છે અને આ સ્કાયસ્ક્રેપર્સ ઈમારતોમાં અદ્યતન લિફ્ટ્સ પણ જોવા મળે છે. આ લિફ્ટને ધ્યાનથી જોઈ હશે તો તેમાં ફ્લોરના નંબર્સના બટ્નસ, લાઈટ, ફેન, સ્ટોપ, ઈમર્જન્સી સિચ્યુએશનમાં કોન્ટેક્ટ કરવા માટે કોલિંગ બટન સહિતના અનેક બટન્સ જોયા હશે.
આ વાતને ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો જો તમારે ગ્રાઉન્ડ ફ્લોર પર જવું છે તો જી, પાર્કિંગમાં જવું છે તો પી અને બેઝમેન્ટમાં જવું છે તો બી એમ અલગ અલગ બટન હોય છે, પરંતુ શું તમને ખબર છે કે અમુક લિફ્ટમાં એમ અને સી લખેલા બટન પણ હોય છે? હવે આ બંનેનો અર્થ શું થાય છે? ચાલો આજે અમે અહીં તમને આ બે બટન વિશે જણાવીએ-
લિફ્ટમાં જો તમે અવરજવર કરી હશે તો તમને ખ્યાલ હશે કે લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર માટે જી અને ત્યાર બાદ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એમ ફ્લોરના બટન હોય છે. આ સિવાય અમુક લિફ્ટમાં તમને પાર્કિંગ માટે પી, અને બેઝમેન્ટ માટે બી એમ બટન્સ પણ જોવા મળે છે. પરંતુ અમુક લિફ્ટમાં એમ અને સી એમ બે બીજા બટન પણ જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને મેટ્રોની લિફ્ટમાં એમ લખેલું જોવા મળે છે. પરંતું એમ અને સી છે શું?
આ પણ વાંચો: આ લિફ્ટની સ્પીડ જોઈને તો તમે એમાં ચડતાં પણ ડરશો… જાણી લો ક્યાં આવેલી છે
મળતી માહિતી અનુસાર લિફ્ટમાં જોવા મળતાં એમ બટનનો અર્થ મેઝેનાઈન ફ્લોર એવો થાય છે. આ મેઝેનાઈન ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલાં માળ વચ્ચે બનેલો એક નાનો કે અડધો માળ હોય છે. આ પ્રકારનો માળ સામાન્યપણે દુકાન કે ઓફિસમાં જોવા મળે છે અને તેને પાર્શિયલ ગેલેરી તરીકે બનાવવામાં આવ્યો હોય છે.
વાત કરીએ લિફ્ટમાં જોવા મળતા સી બટનના રહસ્યની તો આ બટનનો અર્થ કોનકોર્સ કે પછી સેલેર એવો થાય છે. આ બટન તમને સામાન્યપણે મેટ્રો સ્ટેશન, મોટી બિલ્ડિંગ્સ, એરપોર્ટ વગેરેમાં જોવા મળનારો ફ્લોર છે. જ્યારે કેટલીક જગ્યાઓ પર સેલેરનો અર્થ બેઝમેન્ટ એવો પણ કરવામાં આવે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.