Gold Price Today : સોનાના ભાવમાં થયો બદલાવ, જાણો લેટેસ્ટ ભાવ
નવી દિલ્હી : દેશમાં તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ દેશમાં સોનાની ખરીદી વધી છે. દશેરા, ધનતેરસ, દિવાળી અને પછી લગ્નની સિઝન આવી રહી છે. આ પ્રસંગોએ સોનાની ખરીદીમાં વધુ વધારો જોવા મળશે. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો સોનાના ભાવમાં સામાન્ય(Gold Price Today)ફેરફાર જોવા મળ્યો નથી. એટલે કે ભાવની વધઘટને ધ્યાનમાં લેતાં તે ગયા સપ્તાહના સ્તરે જ છે. ચાંદી પણ ગયા રવિવારના રુપિયા 97,000 પ્રતિ કિલોના ભાવ પર યથાવત છે.
22 કેરેટ સોનાનો આજનો ભાવ
ભોપાલ અને ઈન્દોરમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ રુપિયા 71, 200 છે.
જયપુર, લખનૌ, દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનાનો ભાવ રુપિયા 71,300 છે.
હૈદરાબાદ, કેરળ, કોલકાતા, મુંબઈમાં આજે સોનાનો ભાવ રુપિયા 71,150 છે.
24 કેરેટ સોનાનો આજનો ભાવ
આજે ભોપાલ અને ઈન્દોરમાં 10 ગ્રામ સોનાની કિંમત 77,670 રૂપિયા છે.
આજે દિલ્હી, જયપુર, લખનૌ અને ચંદીગઢમાં 10 ગ્રામ સોનાની કિંમત 77, 770 રૂપિયા છે.
હૈદરાબાદ, કેરળ, બેંગ્લોર અને મુંબઈ બુલિયન માર્કેટમાં રુપિયા 77,620 છે.
ચેન્નાઈ બુલિયન માર્કેટમાં ભાવ રુપિયા 77, 620 છે.
અમદાવાદમાં સોનાનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 71,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જયારે 24 કેરેટ સોનાનો ભાવ 77,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.