ભારતમાં સૌથી વધુ કિલ્લાઓ કયા રાજ્યમાં છે? 350 કિલ્લાઓ સાથે આ રાજ્ય છે કિલ્લાઓનો રાજા…

ભારત એ વિવિધતામાં એકતાવાળો દેશ છે અને ભારતમાં અનેક ઐતિહાસિક ઈમારતો અને પ્રાચીન કિલ્લાઓ આવેલા છે. તમે પણ વેકેશન દરમિયાન અનેક કિલ્લા અને ઐતિહાસિક ઈમારતોની મુલાકાત લીધી જ હશે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં સૌથી વધારે કિલ્લાઓ કયા રાજ્યમાં આવેલા છે? જો તમારો જવાબ રાજસ્થાન હોય તો તમારો આ જવાબ સદંતર ખોટો છે. ચાલો તમને આ વિશે જણાવીએ આ વિશે-
વાત કરીએ સૌથી વધુ કિલ્લા ધરાવતા રાજ્યની તો રાજસ્થાનનું નામ સૌથી પહેલાં મગજમાં આવે એ સ્વાભાવિક છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં સૌથી વધુ કિલ્લા ધરાવતા રાજ્યની તો તે રાજસ્થાન નથી જ. જોકે, તેમ છતાં રાજસ્થાનમાં અનેક મહત્ત્વ અને ખૂબ જ સુંદર કિલ્લાઓ આવેલા છે એ વાતમાં કોઈ જ શંકા નથી.
આપણ વાંચો: ભૂકંપે મ્યાનમાર-થાઈલેન્ડમાં તારાજી સર્જી, ઐતિહાસિક મંદિરો અને બહુમાળી ઈમારતો ધરાશાયી, જુઓ તસવીરો…
વાત કરીએ રાજસ્થાનના જાણીતા કિલ્લાની તો તેમાં આમેર, મહેરાગઢ, જૈસલમેર જેવા કિલ્લાઓનો સમાવેશ થાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં સૌધી વધુ કિલ્લાઓ આવેલા છે મહારાષ્ટ્ર રાજ્યમાં. જી હા, બરાબર વાંચ્યુ તમે મહારાષ્ટ્રમાં સૌથી વધુ કિલ્લાઓ આવેલા છે.
રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો મહારાષ્ટ્રમાં 350થી વધુ કિલ્લાઓ આવેલા છે. ઐતિહાસિક દસ્તાવેજ અને પુરાતત્વ વિભાગ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. વાત કરીએ મહારાષ્ટ્રમાં આવેલા કિલ્લાઓની તો મહારાષ્ટ્રમાં ઊંચા પર્વતથી લઈને સમુદ્ર કિનારે આવેલા કિલ્લાઓ આવેલા છે.
મહારાષ્ટ્રના ફેમસ કિલ્લાની વાત કરીએ તો તેમાં રાયગઢ, પ્રતાપગઢ, સિંધુદૂર્ગ કિલ્લો અને સિંહગઢ કિલ્લાનો સમાવેશ થાય છે. ટ્રેકિંગ લવર્સમાં આ તમામ કિલ્લાઓ ખૂબ જ લોકપ્રિય છે અને ચોમાસામાં તો ટ્રેકર્સ આ કિલ્લા પર ટ્રેકિંગ કરવા પહોંચી જાય છે.