આનંદો મિલ્કી વેનું નિર્માણ કરનારા બે પ્રાચીન કણ મળ્યા, જર્મનીના વૈજ્ઞાનિકોએ આપ્યા Shiv-Shakti નામ…
આપણી આકાશગંગામાં લાખો-કરોડો તારા આવેલા છે અને એનો અભ્યાસ કરી રહ્યો છે ગાઈયા સ્પેસ ટેલિસ્કોપ (Gaia Sapace Telescope). આ જ ટેલિસ્કોપની મદદથી જર્મનીના સૌથી મોટી સાઈન્ટિફિક સંસ્થા મેક્સ પ્લેન્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્ટ્રોનોમીએ આકાશગંગાના નિર્માણ કરનારા બે પ્રાચીન કણની શોધ કરી લીધી છે અને એને નામ આપ્યું છે શિવ અને શક્તિ…
બ્લ્યુ રંગના ડોટ્સ શિવ છે અને પીળા રંગના ડોટ્સ એ શક્તિ છે. આ બંને કણે મળીને જ આપણી આકાશગંગા એટલે કે મિલ્કી વે બનાવી છે. આ ડોટ્સ હકીકતમાં તો તારાની બે પ્રાચીન લહેરો છે અને એને મળીને આકાશગંગાનું નિર્માણ બિગ બેંગથી 200 કરોડ વર્ષ બાદ કર્યું હતું આશરે 1200 કરોડ વર્ષ પહેલાં.
શિવ અને શક્તિ બ્લ્યુ અને પીળા રંગના ડોટ્સવાળા તારાની લહેર એટલી જૂની છે કે એને બાદ જ આપણી આકાશગંગાના બે વળાંકવાળા એટલે કે સ્પાઈરલવાળા ભાગ બન્યા હતા. આ જ કારણે જર્મનીના વૈજ્ઞાનિકોએ આ તારાની લહેરોના નામ બ્રહ્માંડ રચના કરનારા શિવ અને દેવી શક્તિનું નામ આપ્યું છે. આ બંનેએ મળીને જ મિલ્કી વેનો પાયો રાખ્યો હતો, જેમાં આપણે બધા રહીએ છીએ.
મેક્સ પ્લેન્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોનોમીનાં વૈજ્ઞાનિક ખ્યાતિ મલ્હાને જણાવ્યું હતું કે અમને ખુશી છે કે અમે આટલા પ્રાચીન કણોને. સ્ટાર્સના બેલ્ટને શોધી શક્યા. આ સ્ટારના પેદા થયા બાદથી જ સતત આપણી આકાશગંગામાં ફેરફાર થઈ રહ્યા છે. અમે આ સમૂહ ક્યારેય ના શોધી શક્યા હોત, જો આ ગાઈયા સ્પેસ ટેલિસ્કોપે અમારી મદદ ના કરી હોત.
ગાઈયા પાસેથી મળેલા ડેટા અનુસાર ખ્યાતિ અને એના ટીમે આ તારાઓના સમુહના ઓર્બિટની શોધ કરી હતી અને એના નિર્માણ તત્વોની શોધ કરી હતી. તેમની ગતિ અને વ્યવહારને સમજવાનો પ્રયાસ કર્યો. બ્લ્યુ રંગ શિવ અને પીળો રંગ શક્તિના નિર્માણ ખાસ પ્રકારના રાસાયણિક મિશ્રણથી થયું છે એટલે તેનું નામ શિવ શક્તિ રાખવામાં આવ્યું છે.