આ દેશની અડધાથી વધુ વસ્તી છે ભારતીય, બિહારીઓની છે બોલબાલા…

હેડિંગ વાંચીને તમારું માથું પણ ચકરાઈ ગયા હશો કે ભાઈ અહીંયા કયા દેશની વાત થઈ રહી છે? એટલું જ નહીં આગળ આ દેશેમાં બિહારીઓની બોલબાલા છે એ જાણીને તમારા મગજના તાર ઝણઝણી ઉઠ્યા હશે. ચાલો તમને જણાવીએ આ દેશનું નામ અને ક્યાં આવેલો છે એ વિશે-
અમે અહીં જે દેશની વાત થઈ રહી છે એ હિંદ મહાસાગરમાં આવેલું મોરેશિયસ. મોરેશિયસ એક નાનકડું આઈલેન્ડ દક્ષિણ-પૂર્વ તટથી દૂર મડાગાસ્કરના પૂર્વમાં આવેલું છે. આ દેશમાં ભારતીય મૂળની વસતી ખૂબ જ વધારે છે અ જ કારણે તેને મિની ઈન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. મોરેશિયસમાં આશરે 70 ટકા વસતી મૂળ ભારતીયોની છે.
Also read : ભારતની આ નદીમાં છે સૌથી વધારે છે ડોલ્ફિન, ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો સર્વે
બ્રિટીશ અને ફ્રેન્ચના શાસન દરમિયાન 1834થી 1900 દરમિયાન લાખો ભારતીય મજૂરોને મોરેશિયસ લાવવામાં આવ્યા હતા, જેમાંથી હજારો મજૂરો અહીં જ વસી ગયા. મોરેશિયસ લાવવામાં આવેલા મજૂરોમાંથી મોટાભાગના લોકો બિહારના હતા આ જ કારણસર આ જગ્યાને મિની બિહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મજૂરોને ગિરમિટીયા મજૂરોના નામે પણ ઓળખવામાં આવતા હતા. આ મજૂરોને અહીં લાવવાનો હેતુ ખેતી કરીને મોરેશિયસમાં એગ્રિકલ્ચરના ફિલ્ડમાં ડેવલપ કરવાનો હતો.
તમારી જાણ માટે કે મોરેશિયસના પહેલાં વડા પ્રધાન શિવસાગર રામગુલામ બિહારના ભોજપુર જિલ્લાના હતા. મોરેશિયસની કુલ વસ્તી 52 ટકા હિંદુઓ છે. મોરેશિયસની ઓફિશિયલ ભાષા અંગ્રેજી છે પણ આ સિવાય અહીં ભોજપુરી અને હિંદી સહિત અને ભારતીય ભાષાઓ બોલવામાં આવે છે.
ધર્મની વાત કરીએ તો મોરેશિયસની કુલ વસતીમાંથી 50 ટકા વસતી હિંદુ, 32 ટકા ઈસાઈ અને 15 ટકા વસતી ઈસ્લામને માનનારી છે. ગ્લોબલ ઈન્ડેક્સની બાબતમાં મોરેશિયસ દુનિયાનો સૌથી શાંત દેશ છે. આ દેશમાં રામાયણનું શિક્ષણ એટલું મહત્ત્વનું છે કે તેને સિલેબસમાં સામેલ કરવામાં આવ્યો છે.