20 દિવસ બાદ મંગળનો થઈ રહ્યો છે ઉદય, થશે આ રાશિઓનું મંગળ જ મંગળ…

2023નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને એની સાથે જ લોકો નવા નક્કોર બ્રાન્ડ ન્યુ 2024નું સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે. 2023ની અંતમાં જે રીતે ગ્રહોની મોટી હિલચાલ થઈ એ જ રીતે નવા વર્ષની શરૂઆતમાં પણ અનેક મોટા ગ્રહો હિલચાલ કરી રહ્યા છે અને આને કારણે વિવિધ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખાતો મંગળ દર થોડાક સમયે રાશિ પરિવર્તન કરે છે. નવા વર્ષમાં મંગળ ધન રાશિમાં ઉદય પામી રહ્યો છે. મંગળ 16મી જાન્યુઆરીના રોજ રાતે 11.07 કલાકે ધન રાશિમાં ઉદય પામી રહ્યો છે અને મંગળની આ રાશિ પરિવર્તનની સકારાત્મક અસર તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળશે, પરંતુ તેમ છતાં ત્રણ રાશિ એવી છે જેમને આ પરિસ્થિતિનો વિશેષ લાભ મળી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોની આધ્યાત્મિકતામાં રૂચિ વધી રહી છે અને કારકિર્દીમાં પણ પ્રગતિ અને ઉન્નતિ જોવા મળી રહી છે. ચાલો જોઈએ કઈ છે ત્રણ ભાગ્યશાળી રાશિ કે જેમને મંગળના ધન રાશિમાં ઉદયનો લાભ મળી રહ્યો છે.
મેષ:
મેષ રાશિના લોકો માટે 16મી જાન્યુઆરીના ધન રાશિમાં મંગળનો થઈ રહેલો ઉદય ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. વિદેશમાં નોકરીની તક પણ મળી શકે છે. નોકરીમાં બઢતી-પ્રમોશનના ચાન્સીસ છે. બિઝનેસમાં થોડા પડકારો ચોક્કસ આવશે પણ એમાં પણ સફળતા મળી રહી છે. નવી યોજના સાથે બિઝનેસમાં ઝંપલાવશો તો સફળતા ચોક્કસ જ તમારા કદમ ચૂમશે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત બની રહી છે. પરિવાર અને પોતાના લોકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશો.
સિંહ:
સિંહ રાશિના જાતકોના પાંચમા ભાવમાં મંગળ આવી રહ્યો છે, પરિણામે આ રાશિના લોકોને આર્થિક લાભ મળવાની પુરી સંભાવના છે. પરિવાર સાથે સારો એવો સમય પસાર કરશો. વાહન કે નવી પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી એ ઈચ્છા પણ પૂરી થઈ રહી છે. અધ્યાત્મિકતા તરફ ઝૂકાવ વધી રહ્યો છે. કારકિર્દીનો ગ્રાફ વદુને વધુ ઉંચે જઈ રહ્યો છે. તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળી રહ્યું છે. નોકરી બદલાવવાનું વિચારી રહ્યા છો તો તમારી એ મનોકામના પણ પૂરી થઈ રહી છે. કોઈ જગ્યાએ પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો ભવિષ્યમાં એનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે.
તુલા:
આ રાશિમાં ત્રીજા ભાવમાં મંગળનો ઉદય થઈ રહ્યો છે, જેને કારણે આ રાશિના જાતકોને અપરંપાર આર્થિક લાભ થવાની શક્યતા છે. આ સાથે સાથે જ જો તમે નવી નોકરી મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છો તો તમારી એ ઈચ્છા પણ પૂરી થઈ રહી છે. બિઝનેસમાં પણ વધુ નફો થવાના યોગ બની રહ્યા છે. આકસ્મિક નાણાકીય લાભની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. ભવિષ્ય માટે કેટલાક પૈસા બચાવવામાં પણ તમને સફળતા મળી રહી છે. પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરશો.