ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

મંગળની વક્રી ચાલને કારણે 88 દિવસ સુધી રાજા જેવું જીવશે આ રાશિના લોકો…

વૈદિક જ્યોતિષ અને જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે ચોક્કસ ગ્રહો ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે અને એની અસર તમામ રાશિના જાતકો પર ઓછા વધતા અંશે જોવા મળે છે. આ સિવાય તમામ ગ્રહની ચાલ બદલાય ત્યારે પણ તમામ રાશિના જાતકો પર તેની સારી નરસી અસર જોવા મળે છે. વૈદિક પંચાગ અનુસાર આજથી બરાબર 88 દિવસ બાદ એટલે કે સાતમી ડિસેમ્બર, 2024ના સવારે 5.01 કલાકે મંગળ વક્રી થશે અને 24મી ફેબ્રુઆરી, 2025 સુધી આ જ અવસ્થામાં રહેશે. મંગળની વક્રી ચાલની અસર 12 રાશિના જાતકો પર જોવા મળશે. મંગળની વક્રી ચાલથી અમુક રાશિના જાતકો પર શુભ અસર જોવા મળશે, ટૂંકમાં મંગળ અમુક રાશિનો ભાગ્યોદય થશે. ચાલો જોઈએ કઈ છે આ રાશિના જાતકો-

વૃષભઃ

Horoscope

મંગળની વક્રી ચાલ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. આ રાશિના જાતકોને વેપારમાં ધનની પ્રાપ્તિ થઈ રહી છે. નોકરી કરી રહેલાં લોકોને કામના સ્થળે માન-સન્માનમાં વૃદ્ધિ થશે. યુવાનોનું સ્વાસ્થ્ય સારું રહેશે. મંગળની વક્રી ચાલ આ રાશિના જાતકો માટે સોનેરી સમય લાવશે.

તુલાઃ

તુલા રાશિના જાતકોના જીવનમાં મંગળની વક્રીચાલથી સકારાત્મક પરિવર્તન આવશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન મળશે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો તે પાછા મળવાની શક્યતા છે. પોતાનો બિઝનેસ કરી રહેલાં લોકો બિઝનેસનો વિસ્તાર કરશે. કોઈ મોટો ઓર્ડર મળશે, જેને કારણે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.

આ પણ વાંચો : આગામી 6 દિવસ સુધી આ રાશિના જાતકો પર ધન વર્ષા કરશે Oh My Friend Ganesha…

મીનઃ

મીન રાશિના જાતકો માટે પણ મંગળની વક્રી ચાલ શુભ પરિણામ લઈને આવશે. આ રાશિના જાતકોના કોઈ અધૂરા સપના પૂરા થશે. યુવાનોને કરિયરમાં સફળતા મળી રહી છે. પરિવારના લોકો સાથેના સંબંધો મજબૂત થશે, જેને કારણે ઘરના ખરાબ માહોલમાં પણ સુધારો જોવા મળશે. અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓને પણ તેમાં સફળતા મળશે. આકસ્મિક ધનલાભ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button