મરીન ડ્રાઈવ પર સ્ટારફિશ જેવા દેખાતા આ પથ્થર કેમ મૂકવામાં આવે છે? 99% લોકોને નથી ખબર કારણ…

જો તમે પણ મુંબઈના મરીનડ્રાઈવ કે કોઈ બીજા દરિયા કિનારાની મુલાકાત લીધી હશે તો તમારા ધ્યાનમાં પણ આવ્યું હશે કે દરિયા કિનારે એક ખાસ પ્રકારના સ્ટારફિશ જેવા દેખાતા મોટા મોટા પથ્થર હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ પથ્થરો ત્યાં શું કામ મૂકવામાં આવ્યા હોય છે અને એનું કારણ શું છે? 99 ટકા લોકોને આ પાછળનું કારણ નથી ખબર, પણ આજે અમે અહીં તમને આ વિશે જણાવીશું…
મુંબઈમાં રહેતાં હોવ અને ક્વીન્સ નેકલેસ તરીકે ઓળખાતા મરીન ડ્રાઈવની મુલાકાત ના લીધી હોય એવું તો ના જ બને ને? મુંબઈ જેવા મેટ્રોસિટીની સ્ટ્રેસથી ભરપૂર ભાગદોડવાળી લાઈફથી લોકો સમય ચોરીને મરીન ડ્રાઈવની પાળ પર પોતાની ચિંતા, સ્ટ્રેસ, દુઃખ મૂકીને હળવાશ માણે છે. તમે પણ મરીન ડ્રાઈવની મુલાકાત લીધી જ હશે, અને ત્યાં મૂકેલા મોટા મોટા કોંક્રિટના વિશાળકાય પથ્થરો જોયા જ હશે. પરંતુ આ પથ્થરો ત્યાં કેમ હોય છે એ જાણવું પણ એટલું જ રસપ્રદ છે.

શું કહેવાય છે આ પથ્થરોને?
દરિયા કિનારા પર મૂકવામાં આવતા કે જોવા મળતાં આ મોટા મોટા સ્ટોન્સનું શું કામ હોય છે એના વિશે વાત કરીએ એ પહેલાં જાણીએ કે આ પથ્થરોને શું કહેવાય છે. આ મોટા મોટા કોંક્રિટ બ્લોક્સને ટેટ્રાપોડ્સ (Tetrapods) તરીકે ઓળખવામાં આવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે મરીન ડ્રાઈવ ખાતે 6,000થી વધુ ટેટ્રાપોડ્સ મૂકવામાં આવ્યા છે. ટેટ્રાપોડ્સને ચાર પાંખિયા હોય છે અને તેનું વજન ખૂબ જ વધારે હોય છે. એક ટેટ્રાપોડ્સનું વજન 2 ટનથી 10 ટન જેટલું હોય છે.
શું હોય છે રોલ?
આ વિશાળકાય પથ્થરોને શું કહેવાય છે એ વિશે જાણી લીધા બાદ હવે વાત કરીએ કે આખરે આ પથ્થરોનું શું કામ હોય છે. આ પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. આ ટેટ્રાપોડ્સ સમુદ્ર કિનારે કિનારા અને આસપાસના લોકોની સુરક્ષા માટે મૂકવામાં આવે છે.
ટેટ્રાપોડ્સને કિનારા પર કેમ મૂકવામાં આવે છે એ તો જાણી લીધું, પણ તેને રાખવાની એક ખાસ ટેક્નિક હોય છે. એકબીજાની વચ્ચે ફસાવીને રાખવામાં આવે છે, પણ તેમની વચ્ચે થોડી જગ્યા છોડવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે સમુદ્રના મોજાની ગતિ મંદ પડી જાય અને કિનારાને શક્ય એટલું ઓછું નુકસાન થાય.
ક્યારે થયો પહેલી વખત ઉપયોગ?
વાત કરીએ પહેલી વખત ક્યારે ટેટ્રાપોડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો એની તો 1940માં ફ્રાન્સમાં પહેલી વખત તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મુંબઈની વાત કરીએ તો મુંબઈના મરીનડ્રાઈવ પર આ ટેટ્રાપોડ્સ 1990માં મૂકવામાં આવ્યા હતા, જેથી દક્ષિણ મુંબઈની જમીનને સમુદ્રના શક્તિશાળી મોજાંથી બચાવી શકાય.
છે ને એકદમ યુનિક માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.