આપણું ગુજરાતઆમચી મુંબઈનેશનલસ્પેશિયલ ફિચર્સ

Marchમાં આટલા દિવસ રહેશે Bank Close, જોઈ લો નહીંતર રખડી પડશો…

February મહિનો પૂરો થવાને આરે છે અને એવામાં જો તમે આવતા મહિને બેંકના મહત્ત્વના કામકાજ પતાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. આવતા મહિને એટલે કે માર્ચ મહિનામાં અડધો મહિનો બેંક બંધ રહેશે પરિણામે તમારે બેંકના કોઈ પણ કામકાજ માટે બહાર નીકળતાં પહેલાં આખે આખી યાદી જોઈ લેવી જોઈએ જેથી તમારે ધક્કો ના પડે કે તમારા મહત્ત્વના કામ રખડી ના પડે.

તમારી જાણ માટે કે માર્ચ મહિનામાં જાહેર રજાઓ અને બીજા તેમ જ ચોથા શનિવારને પકડીને કુલ 14 દિવસ સુધી બેંકો બંધ રહેશે ચાલો જોઈએ આખા મહિનામાં કેટલા અને કયા કયા દિવસે બેંકો બંધ રહેશે…


RBIની ગાઈડલાઈન્સ પ્રમાણે માર્ચ મહિનામાં રવિવાર, બીજા અને ચોથા શનિવારના બંકે બંધ રહેશે આ સિવાય RBIએ 1,8,22,25,26,27 અને 29મી માર્ચના દિવસે બેંક હોલીડેની જાહેરાત કરી છે. તમારી જાણ માટે કે માર્ચ મહિનામાં 3,10,17,24 અને 31 તારીખના એમ કુલ પાંચ રવિવારે બેંક બંધ આવશે.


પહેલી માર્ચ, 2024 ચરચર કૂટ નિમિત્તે મિઝોરમમાં બેંકો બંધ રહેશે


ત્રીજી માર્ચ, 2024 રવિવાર નિમિત્તે આખા દેશમાં બેંકો બંધ રહેશે


આઠમી માર્ચ, 2024 મહાશિવરાત્રીના દેશના અનેક રાજ્યોમાં બેંક હોલીડે રહેશે


નવમી માર્ચ, 2024ના બીજા શનિવાર નિમિત્તે આખા દેશમાં બેંકો બંધ રહેશે


દસમી માર્ચ, 2024ના રવિવાર હોવાથી બેંકો બંધ


સત્તરમી માર્ચ, 2024ના રવિવાર હોવાને કારણે બેંક હોલીડે રહેશે


બાવીસમી માર્ચ, 2024ના દિવસે બિહાર દિવસ નિમિત્તે બિહારમાં બેંકોમા રજા રહેશે


ત્રેવીસમી માર્ચ, 2024ના ચોથા શનિવારને કારણે આખા દેશમાં રજા રહેશે


ચોવીસમી માર્ચ, 2024ના દિવસે રવિવાર હોવાથી બેંકો બંધ રાખવામાં આવશે


પચ્ચીસમી માર્ચ, 2024ના ધૂળેટીને કારણે અનેક રાજ્યોમાં બેંકો બંધ રહેશે


છવ્વીસમી માર્ચ, 2024ના યોસાંગ (ધૂળેટીના બીજા દિવસ નિમિત્તે) ઓરિસ્સા, મણીપુર અને બિહારમાં રજા રહેશે


સત્યાવીસમી માર્ચ, 2024ના હોળીને કારણે બિહારમાં રજા રહેશે


ઓગણત્રીસમી માર્ચ, 2024ના ગુડ ફ્રાઈડેને કારણે અનેક રાજ્યોમાં રજા રહેશે


એક્ત્રીસમી માર્ચ, 2024ના રવિવાર હોવાને કારણે આખા દેશમાં રજા રહેશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button