Google Mapને ટક્કર આપવા હવે Mappls, જાણો લાઈવ ટ્રાફિક સિગ્નલ, 360 ડિગ્રી વ્યૂ અને સ્પીડ બ્રેકર વોર્નિંગ જેવા ખાસ ફીચર્સ!

આપણામાંથી અનેક લોકો અજાણી જગ્યાઓ પહોંચવા માટે ગૂગલ મેપનો સહારો લે છે અને હવે તો આ ગૂગલ મેપને ટક્કર આપવા માટે ભારતીય મેપ મેપલ્સ (Mappls) આવી ગઈ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ મેપલના શેયર્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. બે દિવસ પહેલાં જ ટેલિકોમ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને મેપલને પ્રમોટ કરી હતી. પણ શું તમને ખબર છે કે આ મેપમાં શું ફીચર્સ છે? ચાલો તમને જણાવીએ-
આપણ વાંચો: ગૂગલ મેપ્સે અકસ્માત નોતર્યો! નવી મુંબઈમાં ડાયરેકશન ફોલો કરતી મહિલાની કાર ખાડીમાં ખાબકી
મેપલ એ ભારતીય બનાવટની એપ્લિકેશન છે અને આ મેપમાં એકથી ચઢિયાતા એક ફીચર્સ છે. આજે આપણે અહીં આ મેપલના મેપના ફીચર્સ વિશે વાત કરીશું. આ મેપમાં લાઈવ ટ્રાફિક લાઈટનો સિગ્નલ જેવી સુવિધાનો સમાવેશ થાય છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું કે કઈ રીતે આ દેસી મેપ ગૂગલ મેપને ટક્કર આપશે.
સોશિયલ મીડિયા પર આ મેપલનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં એપના ફીચર્સ વિશે જાણવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ મેપલમાં રિયલ ટાઈમ ટ્રાફિક સિગ્નલ લાઈટની જાણકારી પણ મળે છે.
આનો અર્થ એવો થાય છે કે સ્માર્ટ ફોન પર એપની મદદથી તમને અપકમિંગ ટ્રાફિક સિગ્નલની ડિટેઈલ્સ જોવા મળશે. મેપલની મદદથી તમે જોઈ શકશો કે આગળ ટ્રાફિક સિગ્નલ લાલ છે કે ગ્રીન.
આપણ વાંચો: વિશેષ: ગૂગલ મેપ જેવું શાસ્ત્રોનું માર્ગદર્શન, આપણે વારંવાર રસ્તો બદલ્યા કરીએ છીએ…!
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક મિનિટના વીડિયોમાં ટ્રાફિક સિગ્નલ અને મેપલ્સને એક જ ફ્રેમમાં દેખાડવામાં આવ્યા છે. જેમાં સિગ્નલ પર જોવા મળનારી રેડ લાઈટનું એલર્ટ મેપલ્સ પર પણ જોવા મળ્યું હતું. જેવું સિગ્નલ ગ્રીન થયું કે મેપલ્સ પર પણ સિગ્નલ ગ્રીન થઈ ગયું.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર હાલમાં આ ફીચર તો માત્ર બેંગ્લોરમાં લાઈવ કરવામાં આવ્યું છે અને આ માટે કંપનીએ બેંગ્લોર ટ્રાફિક પોલીસ સાથે મળીને કામ કર્યું છે. ભારતના બીજા શહેરોમાં આ ફીચર ક્યાં સુધી લાઈન થશે એના વિશે કોઈ ચોક્કસ જાણકારી મળી શકી નહોતી.
વાત કરીએ મેપલ્સના બીજા ફિચર્સ વિશે-
⦁ મેપલ્સની અંદર બીજા અનેક ખાસ ફીચર જોવા મળે છે. ભારતીય યુઝર્સને એમાં સારો વ્યૂ મળે છે, જેમાં સ્પીડ બ્રેકર, ખાડા, રોડ બ્લોકેજ અને લોકલ લેનના નામ પણ જોવા મળશે.
⦁ મેપલ્સ અને મેપમાયઈન્ડિયાની પેરેન્સ કંપનીનું નામ સીઈ ઈન્ફો સિસ્ટમ છે. આ કંપની રિયલ લોકેશન બેઝ્ડ આઈઓટી પ્રોડક્ટ્સ અને પ્લેટફોર્મ્સ બનાવે છે. કંપનીએ જણાવ્યું છે કે મેપલ્સ ખાસ કરીને ભારત માટે તૈયાર કરવામાં આવી છે.
⦁ મેપલ્સ એપ ભારતની કેટલીક ખાસ લોકેશનનો 360 ડિગ્રી વ્યૂ દેખાડશે. જેનાથી તમને રિયલ લાઈફ જેવો એક્સપિરીયન્સ થશે.
⦁ આ એપમાં યુઝર્સને રોડ સેફ્ટી, હવામાન, એર ક્વોલિટી જેવી રિયલ ટાઈમ ઈન્ફોર્મેશન પણ મળશે.