લગન-બગન માર્યા ફરે, આ રિવાજ હવે ભોં માં ભ્ંડારાય જશે. આ ખતરનાક માનસિકતા અહીંથી ઉદભવી !

લગ્ન એ પવિત્ર બંધન છે. તો કોઈ કહે છે કે, લગ્ન બંધને બંધાતા પાત્રોની જોડી ઈશ્વરદત્ત છે. જોડી ઉપરથી જ નક્કી થાય છે. ગણ એ એક સામાજિક રિવાજ અને પરંપરા છે. પણ હવે ધીમે-ધીમે આ પરંપરા કહો કે રિવાજ ખતમ થવા જઈ રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે લીવ-ઇન રિલેશનશીપના સંબંધો અને બિન પરંપરાગત સંબંધોનો વ્યાપ વધ્યો છે આમ પણ મહિલાઓ હવે આત્મનિર્ભર જીવન ઇચ્છતી થઈ છે. આ પરિણામે તેને લાગી રહ્યું છે કે, લગ્નના બંધનમાં બંધાવાની કોઈ જરૂર નથી તો બીજી તરફ યુવા પેઢી પણ પોતાની કારકિર્દી અને વ્યક્તિગત વિકાસ તરફ વધુ ધ્યાન આપી રહી છે. આ જ પરિણામે મોટી જવાબદારીઓ વહન કરીને વ્યક્તિગત વિકાસમાં કોઈ અંતરાય ઊભો થાય તેવું આજની યુવા પેઢી ઇચ્છતી નથી.
આધુનિક સમયમાં લગ્ન અને છૂટાછેડા હવે કોઈ નવી વાત રહ્યા નથી. હજુ તો સંસાર માંડ્યો હોય ત્યાં જ છૂટાછેડાની નોબત આવી જતી હોય છે. કેટલાક કિસ્સામાં નાની નાની બાબતે રાઈ નો પર્વત (એટલે કે છૂટાછેડા) થયો હોય તો નિરાકરણ પણ આવી જતાં હોય છે. આ પરથી એક અહેવાલમાં નીકળેલા તારણ અનુસાર આગામી પાંચ -છ દાયકા બાદ લગ્ન પ્રથા જ સમાપ્ત થઈ જશે.
લગ્નપ્રથા સમાપ્ત થઈ જવા બાબતે જે ચોંકાવનારા તથી સામે આવ્યા છે તેમાં પાશ્ચાત સંસ્કૃતિની વિચાર શૈલી, યુવા પેઢી પર વધતો ફિલ્મી સંબંધોનો પ્રભાવ, લીવ ઇન રિલેશન શીપનું પ્રમાણ, ડેટિંગ,ધનાઢ્ય વર્ગમાં પત્નીઓની અદલા-બદલી… આ બધુ જ પહેલા વિદશોમાં હતું (હજુ કદાચ હશે ) જે આજે ભારતીય જનમાનસ પર ધીમે ધીમે પ્રભાવ વધારતું રહ્યું છે. પરિણામ એ આવ્યું કે સ્ત્રીઓ હવે સ્વતંત્ર રહેવા માંગે છે, મરજી મુજબ જીવી શકવા માટે કોઈ રોક-ટોકની જરૂર નથી.
આજની બદલાતી જીવનશૈલી, જીવનનિભાવ ખર્ચ, બાળકો અને તેની પરવરીશ આ બધુ હવે જલ્દી કોઈ સ્વીકારી શકે તેમ નથી પરિણામે, લગ્ન અને જવાબદારી પ્રત્યે ઉદાસીનતા વિકસતી ચાલી છે. આજની યુવતીઓ માને છે કે લગ્ન એ કારકિર્દી અવરોધક બની શકે છે. ઉપરાંત લગ્નથી સ્વતંત્રતા છીનવાઇ જાય છે. જવાબદારીઓનું ભારણ વધી જાય છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, આ જ સિલસિલો યથાવત રહેશે તો 2100 સુધીમાં લગ્ન જેવી કોઈ જ પ્રથા-પ્રણાલી નહીં રહે. લેંસેંટ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ પૃથ્વી પર હાલમાં 8 અબજ નાગરિકો વસે છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર થશે. વૈશ્વિક સ્તરે વસતિ પ્રજનન દર પણ નોંધપાત્ર રીતે ઘટી રહ્યો છે.
આ પરિવર્તનની માનવજાત પર ઊંડી અસર પડશે. 1950ના દાયકાથી તમામ દેશોમાં જન્મદર ઘટી રહ્યો છે . 1950માં પ્રજનન દર 4.84 ટકા હતો, 2021માં તે ઘટીને 2.23 ટકા થઈ ગયો છે. 2100 સુધીમાં આ આંક ઘટીને 1.59 ટકા થવાની સંભાવનાઓ ઝળૂંબી રહી છે.