સ્પેશિયલ ફિચર્સ

દુનિયાના અનેક દેશોના નામમાં છે ‘સ્તાન’, પણ તમે એનો અર્થ જાણો છો?

દુનિયાના નકશા પર એક નજર કરશો એવા અનેક દેશોના નામ જોવા મળશે જેમાં પાછળ સ્તાન આવતું હોય, પણ શું તમને ખબર છે કે આખરે આ સ્તાનનો અર્થ શું થાય છે? નહીં ને? ચાલો આજે અમે તમને આ વિશે જણાવીએ…. તમને દુનિયાના અનેક એવા દેશો છે કે જેમના નામમાં ‘સ્તાન’ આવે છે, જેમ કે હિન્દુસ્તાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન વગેરે… પણ આ સ્તાનનો અર્થ શું છે? સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પણ આ વાતને લઈને અચાનક જ આ બાબતની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ શબ્દ પાછળ પોત-પોતાનો અલગ અલગ તર્ક આપી રહ્યા છે.

ક્વોરા પર એક યુઝરે આ બાબત પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ‘સ્તાન’ શબ્દનો અર્થ જમીન (એટલે કે જમીનનો એક ભાગ) એવો થાય છે. જ્યારે એની સામે અન્ય એક યુઝરે આ બાબતે કહ્યું હતું કે ‘સ્તાન’ એ મૂળ તો એક ફારસી શબ્દ છે અને આ શબ્દનો અર્થ થાય છે કે કોઈની માલિકીની જગ્યા કે પછી જગ્યા. ઈન્ટરનેટ પર અનેક ભારતીય યુઝર્સ એવો દાવો પણ કરી રહ્યા છે કે ‘સ્ટાન’ એ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ‘સ્તાન’ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે સ્થળ, જમીન અથવા કોઈ પણ સ્થળ.

જોકે, આ બધી તો માન્યતાઓ છે અને દાવાઓ જ છે, એમાં સાચું ખોટું શું એનો નક્કર પુરાવા નથી. વિશ્વસનીય સૂત્રોની વાત માનીએ તો ‘સ્તાન’નો અર્થ સમાન પણ થાય છે. જનરલ નોલેજ સંબંધિત એક વેબ પોર્ટલ કરવામાં આવેલા દાવા અનુસાર ઈસ્તાન કે પછી સ્તાન શબ્દનો અર્થ ‘કોઈ ચોક્કસ વસ્તુ સાથે સંબંધિત સ્થળ’ અથવા ‘એવી જગ્યા જ્યાં લોકો છે’ નો અર્થ થાય છે અને તે મૂળ આ ફારસી શબ્દ છે.

હવે જ્યારે તમને પણ કોઈ પૂછે તો એમની સાથે પણ આ નોલેજ શેર કરીને એમના જ્ઞાનમાં પણ વધારો કરજો…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button