દિવાળીમાં ઘરના દરવાજા પર આંબાના પાનના તોરણમાં કેટલા પાન હોવા જોઈએ? આ નિયમ જાણી લો…

વાસ્તુશાસ્ત્રમાં અનેક એવી વસ્તુઓ અને ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે કે જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તોરણ પણ એમાંથી જ એક છે, પરંતુ આજકાલ દરવાજા પર આર્ટિફિશિયલ કે ડિઝાઈનર તોરણ લગાવવાનું ચલણ વધી રહ્યું છે. વારે-તહેવાર ઘરના દરવાજા પર આંબાના પાનનું તોરણ બાંધવાનું શુભ માનવામાં આવે છે અને એનર્જી ખૂબ જ પોઝિટિવ રહે છે. આજે અમે અહીં તમને જણાવીશું કે તોરણમાં આંબાના કેટલા પાન હોવા જોઈએ-
તોરણ લગાવવાના ફાયદા
વાસ્તુશાસ્ત્રના હિસાબે તોરણ ઘરમાં પોઝિટિવ લાવવાની સાથે સાથે ઘરમાં શુદ્ધતા અને શુભતા લઈને આવે છે. જો તમે પણ તહેવારોના દિવસોમાં ઘરના દરવાજા પર આંબાના પાનનું તોરણ બાંધવા જઈ રહ્યા છો તો ચાલો જોઈએ આ તોરણમાં કેટલા પાન હોવા જોઈએ અને આ તોરણ લગાવવાથી કેવા અને કયા ફાયદા થઈ રહ્યા છે.
તોરણમાં કેટલા પાન હોવા જોઈએ?
નિયમની વાત કરીએ બારણા પર આંબાના પાનનું તોરણ બાંધતા પહેલાં તેની સંખ્યા કેટલી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તોરણમાં પાંચ, સાત, અગિયાર અને એકવીસ આંબાના પાન હોવા જોઈએ. આંબાના પાનનું તોરણ બાંધવું શુભ માનવામાં આવે છે અને એનાથી અનેક ફાયદા પણ થઈ રહ્યા છે પણ સૌથી પહેલો અને મોટો ફાયદો એટલે આ તોરણથી હવા શુદ્ધ થાય છે અને એનો રંગ પણ મનને શાંતિ આપે છે, જેને કારણે ટેન્શન દૂર ભાગે છે. આ ઉપરાંત આ તોરણ ઘરની સુંદરતા વધારવાની સાથે સાથે ખરાબ નજરથી પણ બચાવે છે.
દિવાળી પર કરો આ ખાસ કામ
દર વર્ષે કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ દિવસે ઘરના દરવાજા પર આંબાના પાનના તોરણ બાંધવું જોઈએ. કહેવાય છે કે આવું કરવાથી માતા લક્ષ્મીની પ્રસન્ન થાય છે. ઘરના દરવાજા પર આ તોરણ બાંધવાથી ઘરમાં પોઝિટિવિટી પણ આવે છે.
ક્યારે બદલાવું જોઈએ તોરણ?
આ સિવાય જો તમે ઘરના દરવાજે હંમેશા આંબાના પાનનું તોરણ બાંધતા હોવ તો સમય સમય પર આ તોરણ બદલતા રહેવું જોઈએ. જેવા તોરણના પાન સૂકાઈ જાય છે તો આ તોરણ બદલી નાખવું જોઈએ.
આ વખતે જ્યારે દિવાળી પર તમે ઘરના દરવાજા પર આંબાના પાનનું તોરણ બાંધો તો આ તમામ વાતોનું ખાસ ધ્યાન રાખજો, જેથી તમારી દિવાળી પણ એકદમ હેપ્પી હેપ્પી બની જાય. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો…દિવાળી પહેલાં ચોક્કસ કરી લો આ કામ, થશે છપ્પરફાડ ધનવર્ષા, પછી કહેતાં નહીં કીધું નહોતું…