મકર સંક્રાંતિના દિવસે આજે તમારી રાશિ પ્રમાણે કરો દાન તેમ જ ઉપાયો અને જુઓ ચમત્કાર…

આજે મકર સંક્રાંતિના દિવસે મહાલક્ષ્મી યોગ અને વિષ્કુંભ યોગનો અદ્ભુત સંયોગ રચાઈ રહ્યો છે. આજે સવારે 9:03 વાગ્યાથી જ પુણ્યકાળ શરૂ થઈ જશે. આજના આ દિવસે દાન પુણ્યનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ દિવસે જો તમે તમારી રાશિ મુજબ દાન પુણ્ય અને ઉપાયો કરશો તો ઘરમાં સુખ, સમૃદ્ધિ, આર્થિક લાભ અને ખુશહાલીનું આગમન થશે. ચાલો જોઈએ આજના દિવસે તમે તમારી રાશિ પ્રમાણે કઈ વસ્તુનું દાન અને ઉપાય કરશો તો તમારા માટે સારું રહેશે…
મેષ:
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પાણીમાં કુમકુમ, લાલ ફૂલ અને તલ ઉમેરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો. આજના દિવસે ગોળનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે અને ૐ બ્રહ્મણે નમઃ મંત્રની એક માળા કરો. અટકેલા કાર્યોમાં સફળતા મળશે અને ગ્રહોની સ્થિતિ મજબૂત થશે.
વૃષભ:
પાણીમાં સફેદ ચંદન, દૂધ, ચોખા અને તલ ઉમેરીને અર્ઘ્ય આપો. આજના દિવસે ચોખાનું દાન કરો. ૐ શ્રીમંતે નમઃ મંત્રનો જાપ કરો. બિઝનેસમાં મોટો નફો થશે અને જીવનમાં ખુશીઓ આવશે.
મિથુન:
મિથુન રાશિના જાતકોએ આજે પાણીમાં તલ, દૂર્વા અને ફૂલ નાખીને સૂર્યને જળ ચઢાવો. મગની દાળની ખીચડીનું દાન કરો અને ગાયને લીલું ઘાસ ખવડાવો. ૐ દીપ્ત મૂર્તયે નમઃ મંત્રનો જાપ કરો. આ જાપ કરવાથી સારા સમાચાર મળશે અને જીવનની પરેશાનીઓ દૂર થશે.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પાણીમાં દૂધ, ચોખા અને તલ મેળવીને અર્ઘ્ય આપો. ચોખા, મિશ્રી (સાકર) અને તલનું દાન કરો. ૐ આત્મ રૂપિણે નમઃ મંત્રનો જાપ કરો. કરિયરમાં સફળતા મળશે અને ઘરનો કંકાસ શાંત થશે.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે પાણીમાં કુમકુમ, લાલ ફૂલ અને તલ નાખીને સૂર્યદેવની પૂજા કરો. તલ, ગોળ, ઘઉં અથવા સોનાનું દાન કરો. ૐ ઘૃણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે અને સુખ-શાંતિ વધશે.
કન્યા:
કન્યા રાશિના જાતકોએ આજે પાણીમાં તલ, દૂર્વા અને ફૂલ ઉમેરીને સૂર્યને અર્ઘ્ય આપવું શુભ રહેશે. આજે મગની દાળની ખીચડીનું દાન કરો અને ગાયને ઘાસ આપો. ૐ જરતકરાય નમઃ મંત્રનો જાપ કરો. ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને જીવનની મુશ્કેલીઓ ઓછી થશે.
તુલા:
આ રાશિના જાતકો માટે પાણીમાં સફેદ ચંદન, દૂધ, સફેદ ફૂલ અને તલ ઉમેરીને અર્ઘ્ય આપો અને તેલ અને તલનું દાન કરવું લાભદાયી રહેશે. ૐ જગત નંદાય નમઃ મંત્રનો જાપ કરો. મોટી જવાબદારીઓ મળશે અને મહત્વની યોજનાઓ શરૂ થશે.
વૃશ્ચિક:
વૃષભ રાશિના જાતકોએ આજે પાણીમાં લાલ ફૂલ, હળદર અને તલ ઉમેરીને અર્ઘ્ય આપો. તલ અને ગોળનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આજના દિવસે ૐ સર્વાય નમઃ મંત્રનો જાપ કરવાથી અચાનક ધન લાભ થશે અને અટકેલા કાર્યો ગતિ પકડશે.
ધન:
મકર સંક્રાંતિ પર આજે પાણીમાં હળદર, કેસર, પીળા ફૂલ અને તલ ઉમેરીને અર્ઘ્ય આપો. રાઈ અને કેસરનું દાન કરો. ૐ ભગવતે નમઃ મંત્રનો જાપ કરો અને એનાથી કાયદાકીય બાબતોમાં વિજય મળશે અને માન-સન્મામાં વૃદ્ધિ થશે.
મકર:
પાણીમાં વાદળી ફૂલ, કાળા અડદ અને સરસવનું તેલ-તલ ઉમેરીને અર્ઘ્ય આપો. મકર સંક્રાંતિ પર તેલ અને કાળા તલનું દાન કરીને ૐ સત્યાનંદ સર્વસ્વરૂપિણે નમઃમંત્રનો જાપ કરો. વિરોધીઓ પર વિજય મળશે અને જીવનમાં શુભતા આવશે.
કુંભ:
પાણીમાં કાળા અથવા વાદળી ફૂલ અને તલ ઉમેરીને અર્ઘ્ય આપો. આજના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. ૐ જયાય નમઃ મંત્રનો જાપ કરો આવું કરવાથી આવકના નવા સ્ત્રોત ખુલશે અને વિશેષ અધિકારો પ્રાપ્ત થશે.
મીન:
પાણીમાં હળદર, કેસર, પીળા ફૂલ અને તલ ઉમેરીને સૂર્યને અર્ઘ્ય આપો. આજે કેસર અથવા પીળી વસ્તુઓનું દાન કરો. આ સિવાય આજે ૐ વીરાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી ચારે બાજુથી વિજય મળશે અને આર્થિક તંગી દૂર થશે.
આ પણ વાંચો…મકર સંક્રાંતિ 2026: જાણો મહિલાઓએ કેમ આ દિવસે પીળા કપડાં ન પહેરવા જોઈએ અને બીજું પણ ઘણું બધું…



