Mahashivratri: ભોળાનાથને પ્રિય છે આ રંગ, મહાશિવરાત્રીની પુજા કરતાં સમયે ધારણ કરો આવા વસ્ત્રો
અમદાવાદ: Mahashivratri 2024: ‘હર હર મહાદેવ’ના નાદ સાથે આવતી કાલે તમામ શિવાલયો ગુંજવા માંડશે. શિવભક્તો માટે મહાશિવરાત્રીનું પર્વ ખુબજ ખાસ માનવમાં આવે છે. શિવ પ્રેમીઓ આ દિવસે ખુબજ ઉત્સાહ અને શિવભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુરદર્શી તિથી પર આવતીકાલે એટલે કે 8 માર્ચે મહાશિવરાત્રીનું પર્વ આવે છે.
આ શુભ દિવસે લોકો વિધિ-વિધાનથી પૂજા કરીને ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. જો તમે પણ આ મહાશિવરાત્રિ પર ભોળાનાથને પ્રસન્ન કરવા માંગો છો તો પૂજાના વસ્ત્રો પહેરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખો.
આપને જણાવી દઈએ કે ભગવાન ભોળાનાથની પૂજા ભક્તિ માટે હંમેશા પારંપારિક વસ્ત્રો જ પહેરો. આ માટે મહિલાઓએ સાડી અથવા ભારતીય પોષક પહેરી શકે છે અને પૂજા કરતી વખતે હંમેશા માથા પર દુપટ્ટો અથવા સાડી જરૂર રખવી. જો પુરુષ ભક્તોની વાત કરવામાં આવે તો તેઓએ ધોતી કુર્તા જ પહેરવા જોઈએ. જે ભકતોને ધોતી પહેરવી ન ફાવતી હોય તેવા ભક્તોએ લેંઘા/પાયજામા પહેરવા જોઈએ.
વસ્ત્રોની પસંદગી સાથે સાથે શિવભક્તોએ કપડાંના રંગોનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. તેવામાં જો તમે ભગવાન શિવને પ્રિય રંગો ધારણ કરો છો તો મહાદેવ તમારા પર અઢળક કૃપા વરસાવી શકે છે. ભગવાન ભોળાનાથને લીલો રંગ વધુ પ્રિય છે. તેવામાં મહિલાઓ લીલા રંગની સાડી અને પુરુષોએ લીલા રંગનો કુર્તો ધારણ કરીને પૂજા કરવી જોઈએ.
જો તમારી પાસે લીલા પરંપરાગત કપડાં નથી, તો તમે લાલ, સફેદ, પીળા, વાદળી અને કેસરી રંગના કપડાં પહેરી શકો છો. બસ એટલું ધ્યાન રાખો કે પૂજા દરમિયાન ક્યારેય કાળો રંગ ના પહેરો. જો તમારા કપડાં નવા ન હોય તો પણ કોઈ વાંધો નહીં બસ ખાસ ધ્યાન રાખો કે ગંદા કપડા પહેરીને પૂજામાં ન બેસો. પૂજા સમયે હંમેશા સ્વચ્છ કપડાં પહેરો.
નોંધ: વાચકોની રુચિને ધ્યાનમાં રાખીને આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. આ લેખમાં કરવામાં આવેલા દાવાઓ પર લેખક કે સંસ્થા સહમત છે તેમ માની લેવું નહીં.