મહાકુંભમાં ગુજરાતી સહિત આ ભાષામાં થશે એનાઉન્સમેન્ટ, ત્રણ સ્તરીય સુરક્ષા થઈ લાગુ
પ્રયાગરાજઃ 13 જાન્યુઆરી, 2025થી મહાકુંભની શરૂઆત થશે. જેમાં અનેક ભાષાઓનું જ્ઞાન ધરાવતા રેલવે કર્મચારીઓ મહાકુંભમાં એનાઉન્સમેન્ટની જવાબદારી સંભાળશે. મેળા દરમિયાન પ્રયાગરાજ જંક્શન સહિત નજીકના રેલવે સ્ટેશનો પર 12 પ્રાદેશિક ભાષાઓમાં જાહેરાત કરવામાં આવશે.
નોર્થ સેન્ટ્રલ રેલવેએ બહુભાષી એનાઉન્સમેન્ટ સિસ્ટમને લાગુ કરવા માટે તમામ ઝોનલ રેલવેને પત્ર મોકલ્યો છે. જેમાં પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન અનુભવી ઉદ્ઘોષકની જરૂર હોવાનું જણાવાયું છે.
ગુજરાતી સહિત કઈ ભાષાઓમાં થશે એનાઉન્સમેન્ટ
નોર્થ સેન્ટ્રલ રેલવેના CPRO શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું કે મહાકુંભ દરમિયાન બિન-હિન્દી ભાષી લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે 12 પ્રાદેશિક ભાષાઓમાં જાહેરાત કરવાની તૈયારી કરવામાં આવી છે. સ્ટેશનો પર હિન્દી અને અંગ્રેજી તેમજ 12 અન્ય પ્રાદેશિક ભાષાઓમાં જાહેરાતો કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમાં મુખ્યત્વે ગુજરાતી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાળી, આસામી, ઉડિયા અને પંજાબી ભાષાઓનો સમાવેશ થાય છે.
Also read: મહાકુંભમાં આ વખતે થશે એકતાનો મહાયજ્ઞ: PM Modiએ કુંભના મહત્ત્વ અંગે કરી મોટી વાત
આશ્રયસ્થાનમાં રહેવાની સુવિધા આપવામાં આવશે
મહાકુંભ દરમિયાન શહેરના તમામ સ્ટેશનો પર બનાવવામાં આવેલા આશ્રયસ્થાનોમાં મુસાફરોને આશ્રયસ્થાનોમાં રહેવાની સુવિધા આપવામાં આવશે. આ જગ્યાઓ પર સ્પીકર લગાવવામાં આવશે. આ ઉપરાંત, આશ્રય સ્થાનો પર બિનઆરક્ષિત ટિકિટ કાઉન્ટર, કેટરિંગ સ્ટોલ, શૌચાલય, પીવાના પાણી વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
ગુપ્તચર તંત્ર થયું સક્રિય
પ્રયાગરાજમાં મંદિરો અને મહત્ત્વના સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે મહાકુંભ મેળા વિસ્તાર, પ્રયાગરાજ અને આસપાસના જિલ્લાઓમાં પણ ગુપ્તચર તંત્ર સક્રિય બન્યું છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક (કુંભ) રાજેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે અહીં કોઈ ખોટા ઈરાદા સાથે પ્રવેશ ન કરી શકે તે માટે, જિલ્લામાં પ્રવેશતી વખતે દરેક વ્યક્તિની તપાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ગુપ્તચર ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે તૈનાત કરવામાં આવ્યું છે. દ્વિવેદીએ કહ્યું કે મંદિરો અને મહત્વના સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમણે માહિતી આપી હતી કે મહાકુંભ, પ્રયાગરાજ અને આસપાસના જિલ્લાઓમાં ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.