Anant Ambaniના લગ્નમાં પીરસાયેલી ગરાડુ ચાટ વિશે જાણો છો? ઘરે જ બનાવી શકશો…

અંબાણી પરિવાર અને તેમની નાની મોટી તમામ વાતો લાઈમલાઈટમાં આવતી હોય છે. ગયા વર્ષે જ આ પરિવારમાં યોજાયેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નએ દેશમાં જ નહીં વિદેશમાં પણ લાઈમલાઈટ લૂંટી લીધી હતી.
આ રોયલ વેડિંગમાં અંબાણી પરિવારે મેન્યુમાં દેશના ખૂણે-ખૂણેથી લાવીને વાનગીઓ પીરસી હતી. આ વાનગીઓમાં જ હતી મધ્ય પ્રદેશના ઈન્દોરની ગરાડુ ચાટ. જેણે મહેમાનોના દિલ જિતી લીધા હતા. આજે આપણે અહીં આ ગરાડુ ચાટ કઈ રીતે બનાવી શકાય એની રેસિપી જોઈશું-
આપણ વાંચો: અંબાણી પરિવારની આ માનુનીનું Handbagનું કલેક્શન જોશો તો પહોળી થઈ જશે આંખો…
શું છે આ ગરાડુ ચાટ?
ગરાડુ ચાટની રેસિપી જોઈએ એ પહેલાં જાણીએ કે આખરે આ ચાટ છે શું અને તેના મૂળિયા ક્યાંના છે? ગરાડુ એ એક પ્રકારનું મૂળિયાવાળું શાક છે, જે રતાળુ કે કંદ જેવું દેખાય છે. પરંતુ એનો સ્વાદ અને બનાવટ તદ્દન અલગ હોય છે.
આ શાક મધ્ય પ્રદેશના ઈન્દોર અને તેની આસપાસના વિસ્તારોમાં શિયાળામાં ચાટ તરીકે ખાવામાં આવે છે. તમે ગરાડુને બાફીને, ડીપ ફ્રાય કરીને, મસાલા અને લીંબુ સાથે સર્વ કરી શકો છો અને સ્વાદમાં તે એકદમ ક્રિસ્પી, તીખું અને ચટપટુ લાગે છે.
આપણ વાંચો: આ છે અંબાણી પરિવારની મનગમતી મિઠાઈ, ખાસ પ્રાઈવેટ જેટથી પહોંચે છે એન્ટિલિયા…
અનંત અંબાણીના લગ્નમાં કેમ ખાસ હતી આ ડિશ?
અનંત અંબાણીના લગ્ન દેશભરમાંથી 500થી વધુ શેફને બોલાવવામાં આવ્યા હતા અને દરેક ક્ષેત્રની ખાસ ખાસ વાનગીઓને સામેલ કરવામાં આવી હતી અને આ રીતે મધ્ય પ્રદેશથી ગરાડુ ચાટને મેન્યુમાં સ્થાન મળ્યું હતું.
આ રીતે બનાવી શકો છો ઘરે ગરાડુ ચાટ-
સામગ્રીઃ
⦁ 500 ગ્રામ ગરાડુ કે અરબી
⦁ 1 લીંબુ
⦁ 2 મોટી ચમચી ફૂદીના અને કોથમરીની તીખી ચટણી
⦁ 2 મોટી ચમચી આંબલીની ગળી ચટણી
⦁ 1 ટી સ્પૂન જીરાનો પાઉડર
⦁ અડધી નાની ચમચી લાલ મરચાંની ભૂક્કી
⦁ 1 ટી સ્પૂન ચાટ મસાલા
⦁ મીઠું સ્વાદ અનુસાર
⦁ તળવા માટે તેલ
રીતઃ
ગરાડુને ધોઈને છાલ ઉતારીને નાના નાના ટૂકડા કરીને સમારી લો. હવે તેને પ્રેશર કૂકરમાં નાખીને એક વ્હીસ કરીને થોડા બાપી લો. બફાઈ ગયેલા ટૂકડાને ઠંડા કરીને સૂકાવી લો. હવે તેલને ગરમ કરીને તેમાં ગરાડુ ટૂકડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. એક પ્લેટમાં ગરાડુના તળેલા ટૂકડાને નાખીને તેની પર તીખી-મીઠી ચટણી નાખો. હવે તેની ઉપર જીરાનો પાઉડર, લાલ મરચું. ચાટ મસાલા અને મીઠું નાખો. છેલ્લે લીંબુ નાખીને ગરમાગરમ સર્વ કરો…