આજે મહાસપ્તમી: મા કાલરાત્રિનું છે રૌદ્ર સ્વરૂપ, કરો આ વિધિથી પૂજા; કાળ અને અકાળ મૃત્યુનો ભય થશે દૂર! | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

આજે મહાસપ્તમી: મા કાલરાત્રિનું છે રૌદ્ર સ્વરૂપ, કરો આ વિધિથી પૂજા; કાળ અને અકાળ મૃત્યુનો ભય થશે દૂર!

આજે નવરાત્રીનો 8મો દિવસ છે, પણ તિથી સાતમની છે. આ સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે અને આજનો દિવસ નવદુર્ગાના મા કાલરાત્રિ સ્વરૂપને સમર્પિત છે. આજે દેવી કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના નવ અવતારોમાં દેવી કાલરાત્રીને કોપાયમાન દેવી માનવામાં આવે છે કારણ કે જ્યારે પણ પૃથ્વી પર પાપ વધે છે, ત્યારે દેવી પાપીઓનો સંહાર કરવા માટે કાલરાત્રિના સ્વરૂપે પ્રગટ થાય છે. દેવી કાલરાત્રીને અંધકારની દેવી પણ કહેવામાં આવે છે પરંતુ દેવી કાલરાત્રી માત્ર દુષ્ટોનો જ સંહાર કરે છે. તેમના ભક્તો અને સારા માનવીઓ પર દેવી કાલરાત્રીનું કૃપા સદૈવ બની રહે છે. કોઈપણ ભક્ત જે દેવી કાલરાત્રીની પૂજા કરે છે તેના માથે અકાળ મૃત્યુનું જોખમ નથી રહેતું. આવો, ચાલો જાણીએ નવરાત્રિના સાતમા દિવસે દેવી કાલરાત્રિની વિશેષ પૂજા પદ્ધતિ, અર્પણ અને મહત્વ.

કેવું છે દેવી કાલરાત્રિનું સ્વરૂપ

સાતમું નોરતું મોટા નવદુર્ગાના દેવી કાલરાત્રી સ્વરૂપને સમર્પિત છે. કાલરાત્રિ નામનો અર્થ થાય છે અંધારી રાત. કાલરાત્રી ક્રોધમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. શ્યામ વર્ણ અને વિખરાયેલા કેશ સાથે, તે અંધકારનું પ્રતિનિધિત્વ કરે છે. તેના ગળામાં ચમકતી મુંડની માળા છે, જે વીજળી જેવી દેખાય છે. કાલરાત્રી તમામ દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે અને તેના ભક્તોનું રક્ષણ કરે છે. તે ચોક્કસપણે અંધકારમાં એક વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, પરંતુ તેના આગમન સાથે દુષ્ટોનો સંહાર થાય છે અને ચારે બાજુ પ્રકાશ ફેલાય છે. મા કાલરાત્રીને દેવી કાલીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે.

માતા કરે છે કાળનું દમન

મા કાલરાત્રિનું સ્વરૂપ ઉગ્ર અને રોદ્ર છે અને આ અવતાર રાક્ષસોના વિનાશ માટે થયો હતો, આથી તેમની પૂજાનું વિશેષ મહત્વ છે. કાળ બધાનું ભક્ષણ કરે છે પરંતુ માતા કાલરાત્રીમાં કાળનું પણ દમન કરવાની શક્તિ છે. દુર્ગા સપ્તશતી અનુસાર, કાલરાત્રિ તરીકે અવતાર લીધા બાદ માતાએ શુંભ અને નિશુંભ સાથે રક્તબીજનો નાશ કર્યો હતો. દેવીનું આ સ્વરૂપ ત્રીનેત્ર સ્વરૂપ છે અને તેમની પૂજા કરવાથી ભય અને રોગોનો નાશ થાય છે અને ભૂત, અકાળ મૃત્યુ, રોગ, શોક વગેરેથી પણ મુક્તિ મળે છે.

માતાને શું ધરાવશો ભોગ?

માતા કાલરાત્રિને લાલ રંગ ખૂબ પ્રિય છે, તેથી લાલ વસ્ત્રો પહેરીને માતાની પૂજા કરો. માતા દેવીને લાલ ફૂલો, લાલ ફળો અને લાલ વસ્ત્રો અર્પણ કરો. બાદમાં, આ બધી પૂજાની વસ્તુઓ પરિણીત સ્ત્રીને આપી દો. માતા કાલરાત્રિને ગોળ અને ગોળમાંથી બનેલી મીઠાઈઓ ખૂબ જ પ્રિય છે. આ દિવસે માતાને ગોળનો માલપુઆ, ખીર, હલવો અથવા પુરીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. આમ કરવાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે.

આ પણ વાંચો…મા કાત્યાયની: નવદુર્ગાનું સુવર્ણ સ્વરૂપ: આ રીતે કરો પૂજા, મળશે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફળ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button