સમુદ્ર કિનારે દેખાયા ‘ભગવાન શ્રી રામ’, ફોટોગ્રાફરે ક્લિક કર્યો ફોટો, અદભુત તસવીર થઈ વાયરલ
રામ નગરી અયોધ્યા હાલમાં ભક્તિ અને આનંદ રસમાં તરબોળ છે. 22 જાન્યુઆરીએ યોજાનાર શ્રી રામ મંદિરના અભિષેક સમારોહને લઈને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ રામભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દરેક જગ્યાએ રામના નામનો જપ થઈ રહ્યો છે અને મંદિર નિર્માણની પ્રત્યેક ક્ષણ એક ઉત્સવની જેમ ઉજવવામાં આવી રહી છે.
આ દરમિયાન એક એવી તસવીર સામે આવી છે જે રામ ભક્તોના દિલને સ્પર્શી ગઈ છે. એક ફોટોગ્રાફરે દરિયા કિનારે કેમેરાની મદદથી ભગવાન શ્રી રામનું એક નાનકડું ચિત્ર તૈયાર કર્યું છે, જેમાં એવું લાગે છે કે જાણે ભગવાન શ્રી રામ હવામાં ઉડી રહ્યા હોય અને લંકાપતિ રાવણને નિશાન બનાવી રહ્યા હોય.
તસવીરમાં ભગવાન રામ પોતાના હાથમાં ધનુષ અને તીર પકડે છે. સૂર્યપ્રકાશ તેમની પાછળ એવી રીતે પડી રહ્યો છે કે તેમનું ચિત્ર વધુ આકર્ષક બની ગયું છે. ચિત્રમાં નીચે વહેતો દરિયો અને કિનારા પરનો રોડ આ દ્રશ્યને વધુ કુદરતી અને આકર્ષક બનાવી રહ્યો છે. તમે પણ આ દ્દશ્યને માણો.