આ રેલવે સ્ટેશનના નામમાં છે 28 અક્ષર, જાણો દુનિયાના સૌથી લાંબા રેલવે સ્ટેશનના નામ વિશે…

ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું સૌથી વ્યસ્ત અને વિશાળ કહી શકાય એવું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. આટલા આ વિશાળ રેલવે નેટવર્કમાં કેટલાક રેલવે સ્ટેશન તેની લંબાઈને કારણે તો કેટલાક રેલવે સ્ટેશન પ્લેટફોર્મની વધારે સંખ્યાને કારણે ચર્ચામાં રહે ઠેય પરંતુ શું તમે ક્યારે એવા રેલવે સ્ટેશન વિશે વાંચ્યુ કે સાંભળ્યું છે કે જેના નામમાં 28 અક્ષર છે અને જ્યાં સુધી તમે સ્ટેશનનું નામ બોલશો ત્યાં સુધીમાં તો તમારી ટ્રેન છૂટી જાય? ચાલો તમને આજે આ રેલવે સ્ટેશન વિશે જણાવીએ, જાણીએ કે ક્યાં આવેલું છે આ રેલવે સ્ટેશન…
ભારતીય રેલવે દ્વારા દરરોજ હજારો ટ્રેન દોડાવવામાં આવે છે આ ટ્રેનોમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. આજે અમે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ ભારતના એક એવા રેલવે સ્ટેશન વિશે કે જેના નામમાં અંગ્રેજીના 28 આલ્ફાબેટ છે. આ રેલવે સ્ટેશનનું નામ બોલો ત્યાં સુધીમાં તો તમારી ટ્રેન છૂટી જશે ભાઈસાબ. આઈ નો આઈ નો હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે આખરે કયું છે આ રેલવે સ્ટેશન અને ક્યાં આવેલું છે?
ભારતમાં તમને એક-બે નહીં પણ અનેક એવા રેલવે સ્ટેશન જોવા મળશે કે જેમના નામ લેતાં તો તમારા જીભના લોચા વળી જાય તો વળી કેટલાક એવા રેલવે સ્ટેશન પણ હશે કે જેમના નામમાં બે જ અક્ષર છે તો વળી કેટલાક રેલવે સ્ટેશન એવા પણ છે કે જેના નામ જનાવર પર રાખવામાં આવ્યા હોય તો એવું રેલવે સ્ટેશન પણ છે કે જેના નામમાં 28 અક્ષર હોય…
અમે અહીં જે રેલવે સ્ટેશનની વાત કરી રહ્યા છીએ એ રેલવે સ્ટેશનનું નામ છે વેંકટનરસિમ્હારાજુવારિપેટા (Venkatanarsimharavjuvaripeta) છે. આ સ્ટેશન આંધ્રપ્રદેશમાં આવેલું છે અને તામિલનાડુની સીમા પર સ્થિત છે. દરેક રેલવે સ્ટેશનની જેમ આ રેલવે સ્ટેશનનો કોડ VKZ છે. આ રેલવે સ્ટેશન દક્ષિણ રેલવેના Arakkonam બ્રાન્ચ લાઈનમાં આવે છે. હવે તમે જ કહો જોઈએ કે આ રેલવે સ્ટેશનનું નામ લેતાં તમારી ટ્રેન છૂટી જાય કે નહીં?

જોકે, આંધ્રપ્રદેશના રેલવે સ્ટેશન સિવાય દુનિયામાં બીજું એક રેલવે સ્ટેશન એવું પણ છે કે જેના નામમાં 57 અક્ષર છે. આ રેલવે સ્ટેશનનું નામ છે Llanfairpwllgwyngyllgogerychwyrndrobwllllantysiliogogogoch. વાત કરીએ આ નામના ઉચ્ચારની તો તેનું નામ લલનફેયરપ્વેલગ્વિન્ગિલ્ગોગેરીચર્વિનડ્રોબવ્લલૈંટિસિલિયોગોગોગોચ એવો થાય છે. આ રેલવે સ્ટેશન બ્રિટનના ઉત્તરી વેલ્સમાં એંગ્લ્સી ટાપુ પર સ્થિત એક શાંત ગામ છે. આ સ્ટેશનને સ્થાનિકો લલનફેયરપ્વેલના નામે પણ ઓળખે છે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આ સિવાય આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…રેલવે સ્ટેશન અને જંક્શન વચ્ચે શું છે તફાવત? 99 ટકા લોકોને નથી ખબર જવાબ…



