Happy Lohri Wishes: મિત્રો અને પરિવારને મોકલો આ ખાસ મેસેજ અને બનાવો લોહરીને વધારે ખાસ…

આજે દેશભરમાં મકરસંક્રાંતિના આગમન પૂર્વે લોહરીનો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. લોહરી એટલે શિયાળાની વિદાય અને નવી આશાના કિરણોનો ઉત્સવ. પવિત્ર અગ્નિની પ્રદક્ષિણા, મગફળી, રેવડી અને તલની મીઠાશ આ દિવસને એકદમ યાદગાર બનાવવાનું કામ કરે છે.
આજે દેશભરમાં ધામધૂમથી લોહરીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. લોહરીનો તહેવાર એટલે ખુશીઓ, ઉમંગ અને નવી ઊર્જાનું પ્રતીક. એમાં પણ ખાસ કરીને જ્યારે તમે આ તહેવાર તમે તમારા પરિવાર, પ્રિયજન અને મિત્રો સાથે ઉજવી રહ્યા હોવ ત્યારે તો તે સ્પેશિયલ બની જાય છે.

હવે આ તહેવારને વધારે સ્પેશિયલ બનાવવા માટે અમે અહીં તમારા માટે કેટલાક લોહરી વિશ કરતાં મેસેજ લઈને આવ્યા છીએ. આ લોહડી પર તમારા મિત્રો, પરિવારના સભ્યો અને અન્ય લોકોને હૃદયસ્પર્શી સંદેશા મોકલીને તેમના ચહેરા પર સ્મિત લાવો અને તેમની લોહરીને વધારે સ્પેશિયલ બનાવી દો…
⦁ લોહરીની પવિત્ર અગ્નિ આપણા સંબંધોની ગરમાવો હંમેશા જાળવી રાખે. લોહરીની હાર્દિક શુભેચ્છા…
⦁ રેવડી અને ગોળની મીઠાશની જેમ આપણું જીવન પણ હંમેશા ગળ્યું રહે. તમને લોહરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
⦁ આ લોહરી તમારા જીવનમાં નવી સફળતા અને અપાર ખુશીઓ લઈને આવે તેવી પ્રાર્થના.
⦁ લોહરીની અગ્નિના પ્રકાશની જેમ તમારો રસ્તો હંમેશા રોશન રહે. હેપ્પી લોહરી!

⦁ શેરડીની મીઠાશ, મગફળી અને તલનો સંગ,
લોહડી પર ખીલે તમારા જીવનનો દરેક રંગ. હેપ્પી લોહરી!
⦁ અગ્નિની જ્વાળાઓની આસપાસ ઝૂમો અને ગાઓ ખુશીના ગીત,
લોહરીના આ તહેવાર પર, ખુશીઓથી ભરાય તમારી પ્રીત…
⦁ ઠંડી રાત અને અગ્નિની ગરમાવો,
આ લોહરી પર પ્રેમનો નવો રંગ લાવો. લોહરીની હાર્દિક શુભેચ્છાઓ!

⦁ જીવનના દરેક અંધકારને લોહરીની આ પવિત્ર અગ્નિ દૂર કરે. શુભ લોહડી!
⦁ સાથે મળીને અગ્નિની આસપાસ ધમાલ કરીએ,
લોહરીના આ દિવસે ખુશીઓ વહેંચીએ… લોહરીની હાર્દિક શુભેચ્છાઓ!
⦁ તલ અને ગોળની મીઠાશ,
લોહરી લાવે આપણા ઘરમાં કંઈક ખાસ… શુભ લોહરી
તો રાહ કોની જુઓ છો આ મીઠા મધુરા સંદેશ મિત્રો અને પરિવારના સભ્યોને મોકલાવીને તેમનો દિવસ પણ એકદમ ખાસમખાસ બનાવી દો, હેપ્પી લોહરી…



