સ્પેશિયલ ફિચર્સ

લો બોલો ગાય બાઈક પર ફરવા નીકળી….

સોશિયલ મીડિયા પર રોજે રોજ કઈક ને કઈક વાઇરલ થતું જ હોય છે પરંતુ એક વિચિત્ર અને ફની વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બાઇક પર ગાયને બેસાડીને ફરવા નીકળેલો જોવા મળે છે. અત્યાર સુધી તમે બકરી, કૂતરા કે બિલાડીઓને જ બાઇક પર સવારી કરતા જોયા હશે. કારણ કે આ નાના પ્રાણીઓ છે, તેમને ક્યાંક લઈ જવું એટલું મુશ્કેલ નથી. પણ ભાઈ… આ વ્યક્તિએ તો ગજબ જ કરી નાખ્યો. તે એક ગાયને બાઇક પર બેસાડીને બાઈક ચલાવી રહ્યો છે. જો કે આ ઘણું જોખમી લાગે છે.

એક્સ પર વાઇરલ થયેલા આ વીડિયો પર લોકો એ કમેન્ટ પણ કરી છે. જેમાં એક યુઝર્સ લખે છે કે શું તમને કેરી બેગની જરૂર છે? માત્ર 12 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિએ એક ગાયને તેની બાઇકની આગળની સીટ પર બાંધીને બેસાડી દીધી છે. ગાય બેઠી હોવા છતાં એ વ્યક્તિ એકદમ હળવાશથી બાઈક ચલાવી રહ્યો છે. ગાય પણ જાણે બધું સમજતી હોય તેમ ચુપચાપ અને સહેજ પણ હલ્યા વગર બાઇક પર બેઠી છે.
11 નવેમ્બરે શેર કરવામાં આવેલી આ ક્લિપને હજારોની સંખ્યામાં વ્યૂઝ મળ્યા છે. યુઝર્સ આના પર કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું હતું કે હું વિચારી રહ્યો છું કે કેવી રીતે ગાયને બાઇક પર બેસાડવામાં આવી હશે. બીજા એક યુઝર્સને લખ્યું હતું કે ગાય ઘણી શાંત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button