કમાણીના મામલે અવ્વલ શહેર કયું? મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ તો નથી જ | મુંબઈ સમાચાર
નેશનલસ્પેશિયલ ફિચર્સ

કમાણીના મામલે અવ્વલ શહેર કયું? મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ તો નથી જ

દેશના શહેરોની વાત આવે એટલે આપણા ધ્યાનમાં મુંબઈ, દિલ્હી, બેંગલુરુ આવે અને ત્યારબાદ અમદાવાદ, પુણે કે હૈદરાબાદ આવે. આ શહેરોની ઝાકમઝોળ અને ચકાચોંધ કરી દેતી રોનક આપણને એમ વિચારવા મજબૂર કરી દે કે દેશના તમામ માલેતુજારો અહીં જ રહે છે. ખાસ કરીને મુંબઈ અને દિલ્હીમાં દેશના મોટા ભાગના ઉદ્યોગપતિઓ રહે છે આથી અહીં સૌથી વધારે પૈસાદૈરો રહેતા હશે અને આ શહેર સૌથી વધારે કમાતું શહેર હશે તેવું આપણે માનીએ પણ એમ નથી.

આ છે દેશનું સૌથી વધારે કમાતું શહેર

દેશમાં ઘણા શહેરો અથવા અમુક રાજ્યોમાં વિસ્તારો એવા છે જેની વ્યક્તિદીઠ વક અથવા તો ખા શહેરની આવક અન્ય શહેરોને પાછળ છોડી દે છે. અહીં રહેતા દરેક વ્યક્તિની કમાણી એટલી ઊંચી છે કે આપણને માન્યામાં ન આવે.
હવે વાત કરીએ દેશમાં પ્રથમ ક્રમાકે આવતા શહેરની તો તેલંગાણાનો રંગારેડ્ડી જિલ્લો પ્રતિ વ્યક્તિ આવકની દ્રષ્ટિએ દેશમાં પ્રથમ ક્રમે છે. અહીંના દરેક વ્યક્તિની વાર્ષિક આવક આશરે ₹11.46 લાખ છે. હૈદરાબાદની નજીક આવેલા, IT, ફાર્માસ્યુટિકલ અને ટેકનોલોજી ક્ષેત્રોને કારણે તેનો ઝડપથી વિકાસ થયો છે અને આ શહેર સૌથી વધુ કમાણીવાળાઓનું શહેર બની ગયુ છે.


આઈટી માટે જાણીતો હરિયાણાનો ગુરુગ્રામ જિલ્લો બીજા ક્રમે આવે છે, જેની પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક આશરે ₹9.05 લાખ છે. કોર્પોરેટ ઓફિસો, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને રિયલ એસ્ટેટ આ વિસ્તારની આવકને આગળ ધપાવે છે.
બેંગલુરુ ત્રીજા સ્થાને છે, જેની પ્રતિ વ્યક્તિ આવક આશરે ₹8.93 લાખ પ્રતિ વર્ષ છે. IT ઉદ્યોગ, સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક નિકાસ બેંગલુરુને આર્થિક રીતે આગળ લઈ ગયો છે.

તમને માનવામાં નહીં આવે પણ ચોથા ક્રમાંકે પણ દિલ્હી મુંબઈ નથી, પણ ઉત્તર પ્રદેશમાં નોઈડા (ગૌતમ બુદ્ધ નગર) ચોથા ક્રમે છે. અહીં માથાદીઠ આવક ₹8.48 લાખ (આશરે $1.5 મિલિયન) છે. નોઈડા અને ગ્રેટર નોઈડામાં IT, બાંધકામ ક્ષેત્રોનો ઝડપથી વિકાસ થયો છે, જેની અસર અહીં રહેતા લોકોના બેંક અકાઉન્ટમાં દેખાઈ રહી છે.

ત્યારબાદ હિમાચલ પ્રદેશનો સોલન જિલ્લો યાદીમાં પાંચમા ક્રમે છે, જેની માથાદીઠ આવક ₹8.10 લાખ (આશરે $1.5 મિલિયન) છે. ફાર્માસ્યુટિકલ અને ફૂડ પ્રોસેસિંગ એકમોએ તેને પહાડી રાજ્યોમાં સૌથી ધનિક બનાવ્યું છે.

ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવામાં માથાદીઠ વાર્ષિક આવક આશરે ₹7.63 લાખ (આશરે $1.5 મિલિયન) છે. ટૂરિઝમ અને હોસ્પિટાલિટી માટે ગોવા વિશ્વભરમાં જાણીતું છે. આ સિવાય અહીં ખનીજ ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ પણ છે.

સિક્કિમના કેટલાક જિલ્લાઓ, જેમાં ગંગટોક, નામચી, મંગન અને ગ્યાલશિંગનો સમાવેશ થાય છે, તે શ્રીમંત જિલ્લાઓ તરીકે યાદીમાં છે. તેમની માથાદીઠ આવક આશરે ₹7.46 લાખ પ્રતિ વર્ષ છે. ટૂરિઝમ, ઉર્જા અને કૃષિએ રાજ્યને મજબૂત બનાવ્યું છે. ચેન્નાઈની માથાદીઠ આવક ₹6.70 લાખ હોવાનો અંદાજ છે. તે તમિલનાડુની રાજધાની છે અને IT, ઓટોમોબાઈલ અને ઉત્પાદન માટેનું મુખ્ય કેન્દ્ર છે.

હવે વાત કરીએ દેશની આર્થિક રાજધાની અને જ્યાં મુકેશ અંબાણીથી માંડી અમિતાભ બચ્ચન રહે છે. મુંબઈમાં સરેરાશ માથાદીઠ આવક ₹6.57 લાખ પ્રતિ વર્ષ છે. દેશની મોટાભાગની બેંકના હેડક્વાર્ટસ અહીં છે અને શેરમાર્કેટ પણ અહીં છે. આ સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ફેશન અને ફૂડ ઈન્ડસ્ટ્રી પણ મોટા પ્રમાણમાં છે.

જો તમને એમ લાગતું હોય કે આમાં વર્ષોથી સમૃદ્ધ ગણાતા ગુજરાતના એકપણ શહેરનો સમાવેશ નથી તો તમને જણાવી દઈએ કે ગુજરાતનું એક શહેર આ યાદીમાં છે પણ છેક દસમાં સ્થાને. ગુજરાતનું અમદાવાદ આ યાદીમાં દસમા સ્થાને છે. ઘણા ઉદ્યોગ ધરાવતા આ શહેરની વ્યક્તિદીઠ વાર્ષિક આવક 6.30 લાખ છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button