
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ આ સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. એમાં પણ ખાસ કરીને વાઈલ્ડલાઈફના વીડિયો યુઝર્સને ખૂબ જ પસંદ આવે છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સિંહનું એક ગ્રુપ રસ્તા પર આરામથી ફરતું જોવા મળી રહ્યું છે અને આસપાસમાં ટ્રાફિક થંભી ગયેલું જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ચાલો જોઈએ ક્યારનો છે આ વીડિયો અને ક્યાં જોવા મળ્યો આ નજારો…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો ક્યારનો છે એના વિશેની તો કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. પરંતુ આ વીડિયોમાં જોવા મળે છે કે સિંહનું એક ઝૂંડ રસ્તા પર આવી ગયું છે અને કારણે રસ્તા પરનો ટ્રાફિક સંપૂર્ણપણે થંભી ગયો હતો. સિંહ અને સિંહણ આરામથી રસ્તા પર ફરી રહ્યા હતા. જાણે એમને
The female lioness looks more intimidating than the male pic.twitter.com/482xmSX15w
— Nature is Amazing (@AMAZlNGNATURE) July 24, 2025
આ વાઈરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @AMAZINGNATURE નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 25 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને એને 42,000થી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો પર યુઝર્સ મોટી સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે.
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ વીડિયો કોઈ ફિલ્મના સીન જેવો લાગે છે, પણ છે હકીકત. બીજા એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે સિંહનો આટલો કોન્ફિડન્સ જોઈને જ મજા આવી ગઈ. પરંતુ રહેણાંક વિસ્તારમાં તેમની હાજરી એ ચિંતાનો વિષય પણ છે.
આ વીડિયોના કમેન્ટ બોક્સમાં એક યુઝરે ગ્રોકને ટેગ કરીને આ ઘટના અંગે માહિતી માંગી ત્યારે જાણવા મળ્યું કે આ વીડિયો સપ્ટેબર, 2018નો હોવાનું અને તે બ્રિટેનના વોર્સેસ્ટશાયરના બેવડલી સ્થિત વેસ્ટ મિડલેન્ડ્સ સફારી પાર્કનો હતો. જ્યાં સિંહના ઝૂંડ વચ્ચે થયેલી ફાઈટ દરમિયાન આ વીડિયોને રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…સિંહ બાદ હવે ગુજરાત વાઘોનું પણ ઘર બનશે? આ વિસ્તારમાં ટાઈગર રિઝર્વ સ્થાપવા ચર્ચા શરુ