નેશનલસ્પેશિયલ ફિચર્સ

Lifestyle: દરરોજ વોક કરવાથી શરીરને થાય છે ફાયદા, જાણીને તમે પણ આજથી જ કરવા લાગશો વોકિંગ

Health Tips: ફિટ રહેવું દરેક લોકોને ગમે છે પરંતુ તમામ માટે આ શક્ય નથી. ફિટ (fit) રહેવા કેટલાક લોકો કસરત કરે છે, જીમમાં જાય છે, યોગ (yoga) કરે છે કે અન્ય પ્રવૃત્તિ કરે છે. જીવનશૈલીમાં (lifestyle change) કરવામાં આવેલો નાનો બદલાવ પણ વધી રહેલા વજનને ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે. જો તમે દરરોજ વૉક (daily waking benefits) કરવાનું શરૂ કરશો તો તેના એક નહીં અનેક ફાયદા તમને જોવા મળશે.

દરરોજ વોક કરવાથી શરીરને અકલ્પનીય ફાયદા થાય છે. તમે સવારે (morning walk), સાંજે કે રાતના (evening walk) સમયે પણ વોક કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આ માટે તમારે કલાકો સુધી ચાલવાની જરૂર નથી પરંતુ જો માત્ર 15 મિનિટથી અડધા કલાકનું વોક કરશો તો પણ શરીર ફિટ રહેશે.

વજન થાય છે ઓછુઃ વોક કરવાથી કેલરી બર્ન (calorie burn) થાય છે, જેનાથી વજન ઓછું થાય છે. જો તમે દરરોજ વોક કરો તો હેલ્ધી વેઇટ મેનેજમેન્ટ કરી શકાય છે. દરરોજના વોકિંગથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. કેલરી બળવાથી વજન ઘટે છે.

શરીર પાતળું થાય છેઃ ઘણી વખત ડાયટિંગ કરવાથી વજન ઓછું થાય છે પરંતુ શરીર પાતળું નથી થતું. દરરોજ વોક કરવાથી શરીર પાતળું થાય છે. નિયમિત અડધી કલાકના વોકથી કમર અને જાંઘ શેપમાં (body in shape) આવવા લાગે છે.
મૂડ સારો રહે છેઃ વોક કરવાથી માત્ર શરીર જ ફીટ નથી રહેતું પણ માનસિક સ્વાસ્થ્ય (mental health) પણ સારું રહે છે. વોક કરવથી મૂડ સારો રહે છે. જ્યારે નબળા વિચાર આવતા હોય ત્યારે વોક કરવાથી મૂડ પણ સારો થાય છે.

હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધરે છેઃ દરરોજ વોક કરવાથી બ્લડ પ્રેશર (blood pressure) ઓછું રહે છે. ઉપરાંત મેદસ્વીતા, હાઈ કોલેસ્ટ્રોલનું રિસ્ક ફેક્ટર્સ પણ ઓછું થાય છે. આ સ્થિતિમાં વોક કરવાથી ન માત્ર મેદસ્વીતા ઘટશે પરંતુ કોલેસ્ટ્રોલનો ખતરો પણ ઓછો થશે. જેનાથી હૃદયના સ્વાસ્થ્યમાં (heart health) પણ સુધારો થશે.
નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે, કોઈપણ માહિતીનો અમલ કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ જરૂર લો.

Back to top button
પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker