સ્પેશિયલ ફિચર્સ

ફ્રીજ સાફ કરવાનો કંટાળો આવે છે, તો આ છે સરળ ટીપ્સ, મિનિટોમાં ફ્રીજ ચકાચક થશે…

બરફથી માંડીને આઈસક્રીમ, દૂધ, બટર, ચીઝથી માંડી ચટણીઓ, ફણગાવેલા મગથી માંડી માંડવીનો ભૂકો, શાકભાજી અને વધેલું ખાવાનું કે વળી ચોકલેટ. અરે બાપરે ફ્રીજ છે કે સ્ટોર રૂમ. ખરેખર ઘરમાં ફ્રીજ એક દિવસ પણ બંધ થઈ જાય તો ગૃહિણીઓ ઊંચીનીંચી થઈ જાય. ફ્રીજમાં ખાવાપીવાની વસ્તુઓ રાખતા હોવાથી તેને સફાઈ અને તેનું હાઈજેનિક હોવું જરૂરી છે. આથી ફ્રીજની સફાઈ કરવાની જરૂર પડે છે. તો આજે અમે તમને ફ્રીજની સફાઈ માટે સરળ ટીપ્સ આપીશું. તમે એકવાર સાફ કરશો પછી ઘણા દિવસ સુધી ફ્રીજ ચમકતું રહેશે અને અંદર પણ કોઈ વાસ આવશે નહીં.

ફ્રીજને સાફ કરવા માટે સૌથી પહેલા તેને ખાલી કરો. આ સાથે ફ્રિજના દરવાજાના ડ્રોઅરમાં રાખેલી વસ્તુઓને કાઢીને બીજે ક્યાંક રાખો. ફ્રિજ સાફ કરતા પહેલા, તમારે પહેલા તેની સ્વીચ બંધ કરવી પડશે. સ્વીચને અનપ્લગ કર્યા વિના તેને સાફ કરશો નહીં. હવે કોટનના કપડાને પાણીમાં પલાળીને તેને નિચોવી લો. હવે તમે આનાથી ફ્રિજને બરાબર સાફ કરી લો.

ત્યારબાદ તમે બેકિંગ સોડા અને ડિટર્જન્ટની મદદથી પણ ફ્રીજને સાફ કરી શકો છો. આ માટે, સૌ પ્રથમ, એક ચમચી ખાવાનો સોડા અને સમાન પ્રમાણમાં ડિટર્જન્ટની મદદથી એક બોટલમાં મિક્સચર બનાવો. હવે તેને રેફ્રિજરેટરમાં રહેલા હઠીલા ડાઘ પર સ્પ્રે કરો. હવે તેને સુતરાઉ કાપડ પર પણ સ્પ્રે કરો. પછી તમે આ કપડાની મદદથી જિદ્દી ડાઘ દૂર કરો. આ રીતે તમે ફ્રીજને સરળતાથી સાફ કરી શકો છો.

આ સાથે ખાસ ધ્યાન રાખજો કે ફ્રિજને સાફ કર્યા પછી, તેને સૂકા કપડાથી લૂછી લો. જેનાથી ફ્રિજ ડ્રાઈ જશે. આ પછી તમે તેમાં સામગ્રી મૂકી શકો અને છેલ્લે તેની સ્વીચ ચાલુ કરવાનું ભૂલશો નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button