સ્પેશિયલ ફિચર્સ

લીંબુ કરતાં પણ વધારે ગુણકારી છે તેની છાલ, જાણો તેને ખાવાની રીત પણ

લોકો ઘણીવાર લીંબુની છાલને વિચાર્યા વિના ફેંકી દે છે, પરંતુ તે પોષણ અને સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે. જો કે મોટાભાગના લોકો માત્ર લીંબુના રસ અથવા પલ્પ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે પણ આપણે લીંબુની છાલની વાત કરીએ છીએ ત્યારે લોકો તેનો ઉપયોગ ઘરના કામમાં જેમ કે વાસણો સાફ કરવા અથવા કોઈ ગંદી વસ્તુ સાફ કરવા માટે કરે છે, પરંતુ શું તમે જાણો છો કે લીંબુની છાલ પણ વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વોનો સ્ત્રોત છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? તેની છાલ ખાવાના ઘણા ફાયદા છે. તો ચાલો જાણીએ તેના ફાયદા અને તેને ખાવાની સાચી રીત
લીંબુની છાલ પોષક તત્વોથી ભરપૂર છે

લીંબુની છાલ પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેમાં લીંબુ જેટલું વિટામિન સી પણ હોય છે. તેમાં ફાઈબર, કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે કોઈ ખજાનાથી કમનથી. આ સિવાય આ છાલમાં ફ્લેવોનોઈડ્સ અને લિમોનીન જેવા તત્વો પણ ભરપૂર હોય છે, જે કેન્સરને રોકી શકે છે.

આ પણ વાંચો : નવ લીંબુની કિંમત 2.36 લાખ રૂપિયા??? શું છે આખો માંજરો, જાણો અહીં…

લીંબુની છાલ ખાવાના ફાયદા

  1. રોગપ્રતિકારક શક્તિમાં વધારો
    લીંબુની છાલમાં વિટામીન સી વધુ માત્રામાં હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વિટામિન સી તમારા શરીરને ચેપ સામે લડવામાં અને વાયરસને દૂર રાખવામાં મદદ કરે છે. આપણે આપણા આહારમાં લીંબુની છાલનું સેવન કરવું જોઈએ, ખાસ કરીને શરદી અને ફ્લૂની સિઝનમાં તો ખઆસ કરવું જોઇએ.
  2. હૃદય રોગ માટે ફાયદાકારક
    લીંબુની છાલમાં હાજર ફાઈબર, પોટેશિયમ અને ફ્લેવોનોઈડ હૃદયના સ્વાસ્થ્યમાં ફાળો આપે છે. ફાઈબર કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. લીંબુની છાલમાં હાજર ફ્લેવોનોઈડ્સ પણ બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
  3. ત્વચા માટે ફાયદાકારક
    લીંબુની છાલ તેના વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો માટે જાણીતી છે, જે ત્વચાના રોગોને ઘટાડે છે. વિટામિન સી કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે, જે ત્વચાને ચુસ્ત અને યંગ બનાવે છે. લીંબુની છાલમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ત્વચાના કોષોને સૂર્યના હાનિકારક કિરણો અને પ્રદૂષણથી થતા નુકસાનથી પણ બચાવે છે.
  4. વજન ઘટાડવામાં મદદરૂપ
    લીંબુની છાલમાં પેક્ટીન નામનું તત્વ હોય છે, જે ફાઇબરનો એક પ્રકાર છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવવામાં મદદ કરે છે. આ ફાઇબર પાચનને ધીમું કરે છે, જે વધુ પડતું ખાવાની ઇચ્છા ઘટાડે છે. આ સિવાય લીંબુની છાલમાં હાજર લિમોનીન ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.
  5. પાચન સુધારે છે
    લીંબુની છાલમાં હાજર ફાઇબર આંતરડાને મદદ કરે છે. આ છાલનું સેવન કરવાથી આંતરડામાં સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે, જે કબજિયાત, એસિડિટી અને તમામ પ્રકારની પાચન સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદ કરે છે.
    લીંબુની છાલ કેવી રીતે ખાવી?

    •તમે લીંબુની છાલને છીણીને તમારી હર્બલ ટીમાં મિક્સ કરીને પી શકો છો.
    •જો તમે ઇચ્છો તો છીણેલી લીંબુની છાલને પાણીમાં ઉકાળીને હેલ્ધી ડ્રિંક બનાવી પી શકો છો.
    •લીંબુની છાલ અને આદુને મિક્સ કરીને અથાણું બનાવવામાં આવે છે, જે પાચન માટે ફાયદાકારક માનવામાં આવે છે.
    •તમે લીંબુની છાલ એકઠી કરીને, સૂકવીને અથવા માઇક્રોવેવમાં સૂકવીને પાવડર તૈયાર કરી વાપરી શકો છો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button