નેશનલસ્પેશિયલ ફિચર્સ

બેઠાં બેઠાં પગ હલાવવાની આદત છે? જાણો શું કહે છે મેડિકલ સાયન્સ

જો તમે પલંગ કે સોફા પર બેઠાં બેઠાં પગ હલાવતા હો તો ઘરમાં દાદી કે નાની કે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ તમને રોકશે અને પગ હલાવવાનું બંધ કરવા કહેશે. આ સાથે સાવ અતાર્કિક એવું કારણ પણ આપવામાં આવશે કે પગ હલાવીએ તો મા મરે. મોટેભાગે બાળકોને આવી ખોટી સમજ આપણે દરેક બાબતે આપતા હોઈએ છીએ ત્યારે આજે અમે તમને આ પાછળના મેડિકલ સાયન્સ વિશે જણાવીશું. આ રીતે પગ હલાવવાની આદત વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે, આથી તમે જો આ જાણતા હશો તો તમારા સંતાનોને પણ સાચી સમજ આપી શકશો.

આ રીતની લેગ મુવમેન્ટ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ સાથે જોડાયેલી છે. જેમાં વ્યક્તિ અમુક સમયે પગ હલાવ્યા વિના રહી શકતી નથી. જો લગાતાર તમને આવી આદત હોય તો તે તમારું સ્ટ્રેસ લેવલ પણ દર્શાવી રહી છે, જેને નકારી શકાય નહીં.

આ સાથે તમને આ આદત પડી ગઈ હોય તો તે ડિફિક્ટ હાઈપર ડિસઑર્ડરન સમસ્યા તરફ પણ ઈશારો કરે છે. વ્યક્તિ જ્યારે કોઈ એક કામ પર ધ્યાન ન આપી શકે કે તેને એકાગ્રતા ઓછી હોવાની સમસ્યા હોય તેમ પણ બની શકે. જો આવી સમસ્યા હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

વાસ્તવમાં આ આદત ધીમે ધીમે પડતી હોય છે. તમને ખબર નથી હોતી કે તમે પગ હલાવી રહ્યા છો અને ક્યારે તે તમારી આદત બની જાય છે. જે લોકો નર્વસ હોય તેમને તો આ આદત પડતી હોય છે, પરંતુ ક્યારેક તમારામાં ખૂબ એનર્જી હોય ત્યારે પણ આ પ્રકારની આદત જોવા મળે છે.

આ પણ વાંચો : Health: બાળકોને કસરતની સલાહો આપતા પહેલા પુખ્તવયના આ વાંચી લો

તમને જો બોરિંગ ફીલ થતું હોય તો પણ તમે પગ હલાવ્યા કરો છો. નવરા બેઠા પણ ઘણીવાર આમ થઈ જતું હોય છે. તો ક્યારેક સ્ટ્રેસથી બહાર નીકળવા પણ આમ થાય છે.

જોકે નિષ્ણાતોના કહેવા અનુસાર આ કોઈ બીમારી નથી, પરંતુ આદત છે, જેને આરામથી છોડી શકાય છે. આ માટે યોગ અને બ્રિધિંગ એક્સરસાઈઝ મદદરૂપ થઈ શકે છે.

તમે તમારા તબીબની સલાહ પ્રમાણે ઉપાય શોધો તે વધારે સલાહભર્યુ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button