29th February આવી અને સાથે સોશિયલ મીડિયા પર લાવી Memesનું ઘોડાપુર….
આજે 29મી ફેબ્રુઆરી… દર મહિને આવતી 29મી તારીખ કરતાં આજનો દિવસ વધારે સ્પેશ્યિલ છે કારણ કે આજનો આ દિવસ આવતા વર્ષે નહીં પણ હવે પૂરા ચાર વર્ષ બાદ પાછો આવશે. દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે છે અને બાકી સમયે આ મહિનામાં 28 દિવસ જ હોય છે. આ એક એક્સ્ટ્રા દિવસવાળા વર્ષને લીપ યર તરીકે ઓળખવામાં આવે છે.
આપણને તો 29મી ફેબ્રુઆરી કે લીપ યરથી ખાસ કોઈ ફેર પડતો નથી, પરંતુ જેમનો બર્થડે કે એનિવર્સરી આ દિવસે આવતી હોય એમના માટે જરા અઘરો ચોક્કસ છે, કારણ કે આગળ કહ્યું એમ આ દિવસ દર વર્ષે તો આવતો નથી તો પછી તેમણે પોતાની ઉંમર કે લગ્નના વર્ષની ગણતરી કઈ રીતે કરવાની? ઠીક છે એવા લોકોએ પોતાની આ સમસ્યાનું સમાધાન શોધી જ લીધું હશે. પરંતુ સોશિયલ મીડિયા પર આજના દિવસ માટે એટલે કે 29મી ફેબ્રુઆરી માટેના કેટલાક મીમ્ઝ તૂફાન વાઈરલ થઈ રહ્યા છે, આવો જોઈએ શું છે ખાસ આ મીમ્સમાં…