સંગીતકાર એઆર રહેમાનનો મોહિની ડે સાથે છે કોઈ સંબંધ, વકીલે કરી સ્પષ્ટતા…

જાણીતા પીઢ સંગીતકાર એઆર રહેમાન હાલ પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. સાયરા સાથેના 29 વર્ષ લગ્ન પછી છૂટાછેડા લીધા છે. એ.આર. રહેમાનના છૂટાછેડાની જાહેરાતના થોડા કલાકો પછી તેના બેન્ડની ગિટારિસ્ટ મોહિની ડેએ પણ તેના છૂટાછેડાની જાહેરાત કરી. આ પછી તેમની વચ્ચેના કનેક્શનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે એઆર રહેમાન અને સાયરા બાનુની વકીલે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો : માત્ર A. R. Rehman જ નહીં, આ સ્ટાર્સે પણ લગ્નના વર્ષો બાદ લીધા હતા છૂટાછેડા…
વકીલે સ્પષ્ટ કર્યું કે એઆર રહેમાન અને સાયરા બાનુના છૂટાછેડા સાથે મોહિની ડેનો કોઈ સંબંધ નથી. આ બાબતમાં તેમની વચ્ચે કોઈ કનેક્શન નથી. સાયરા અને એઆર રહેમાને આ નિર્ણય પોતાની રીતે લીધો છે.
એઆર રહેમાન અને સાયરા બાનુએ તેમના સંબંધોમાં પીડા અને વેદનાને કારણે આ નિર્ણય લીધો હતો તે સત્તાવાર નિવેદન અંગે વકીલે કહ્યું કે તે બંને માટે દુઃખદાયક નિર્ણય હતો. તેણે કહ્યું- જ્યારે લગ્ન તૂટે છે, તે એક અત્યંત પીડાદાયક નિર્ણય હોય છે. જ્યારે લગ્ન તૂટે ત્યારે કોઈ ખુશ પણ હોતું નથી.
આ પણ વાંચો : Aishwarya Rai-Bachchan સાથેના ડિવોર્સની અફવા વચ્ચે Abhishek એ કહ્યું, બસ, બહુ થયું હવે નહીં…
છૂટાછેડા એ કંઈ સેલિબ્રેશનની વાત નથી. સાયરા પણ તેના લગ્નજીવનમાં ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહી છે. વકીલે સાયરા અને એઆર રહેમાનના છૂટાછેડાનું કારણ જણાવ્યું નથી. તેમણે કહ્યું હતું કે એઆર રહેમાન એક પ્રોટેક્ટિવ પતિ હતા, સાયરા સારી પત્ની હતી. તમને જણાવી દઈએ કે એઆર રહેમાન અને સાયરા બાનુના લગ્ન ૧૯૯૫માં થયા હતા.