50,000 રૂપિયામાં અહીં તમે બની જશો કરોડપતિ, નામ જાણીને આંખો થઈ જશે પહોળી…

આપણામાંથી અનેક લોકોનું એવું સપનું હોય છે કે ઓછા પૈસામાં ફોરેન ટ્રિપ્સની મજા માણે કે પછી કરોડપતિઓવાળી ફિલિંગ આવે, બરાબર ને? તમે પણ ક્યારેકને ક્યારેક આવું તે વિચાર્યું જ હશે. આજે અમે અહીં તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જઈને તમે કરોડપતિઓવાળું જીવન જીવી શકશો. આ દેશમાં ભારતનો એક રૂપિયો ત્યાંના 251.91 રૂપિયા બની જાય છે. આવો જોઈએ કઈ છે આ જગ્યા…
લાઓસમાં આ રીતે લોકો બની જાય કરોડપતિ
અહીં વાત થઈ રહી છે લાઓસની. દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલું લાઓસ એક નાનકડો, સુંદર, શાંત અને નેચરથી ભરપૂર દેશ છે. અહીં પહોંચીને દરેક ભારતીય કરોડપતિ બની જાય છે અને આનું કારણ છે લાઓસની નબળી કરન્સી. અગાઉ કહ્યું એમ અહીં ભારતનો એક રૂપિયો 251.91 લાઓ કીપ બની જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તમે લાઓસ 50,000 રૂપિયા લઈને જાવ છો તો તમે કરોડપતિ બની જશો કારણ ત્યાં 50,000 રૂપિયાની કિંમત 1.26 કરોડ લાઓ કીપ થઈ જાય છે.
આપણ વાચો: કરોડપતિ સફરજન: ૧૦ કરોડનું સફરજન જોવા માટે પડાપડી, જાણો તેની ખાસિયત!
ભારત સાથે છે ખાસ સંબંધ
લાઓસ અને ભારત વચ્ચે ખૂબ જ જૂનો અને ગાઢ નાતો છે અને એના વિશે વાત કરીએ તો લાઓસનું સાચું નામ પીપલ્સ ડેમોક્રેટિક રિપલ્બિક છે અને તેની રાજધાનીર વિયાંગ ચાન છે. એવું કહેવાય છે કે જ્યારે સમ્રાટ અશોકે કલિંગનું યુદ્ધ કર્યું હતું ત્યારે દક્ષિણ ભારતના અનેક લોકો આસામ અને મણિપુર થઈને હિંદ ચીન ક્ષેત્રમાં પહોંચી ગયા ગચા.
આજે પણ લાઓસના લોકો પોતાને મૂળ ભારતના ગણાવે છે. લાઓસ દક્ષિણ પૂર્વરનો એક માત્ર એવો દેશ છે કે જેની કોઈ કોસ્ટલાઈન નથી, જેનો અર્થ એવો થાય છે કે આ દેશ કોઈ પણ સમુદ્રથી ઘેરાયેલો નથી.
લાઓસમાં ઉઠાવશો લક્ઝરી લાઈફસ્ટાઈલનો આનંદ
લાઓસ ભલે નાનો દેશ હોય પણ અહીંની સુંદરતા જોવાલાયક છે. અહીંની કોફી અને લોકલ ડ્રિંક ખૂબ જ લોકપ્રિય છે. સૌથી ખાસ વાત તો એ છે કે અહીં રહેવું-ફરવું ખૂબ જ સસ્તું પડે છે. 1000 રૂપિયાથી લઈને 2500 રૂપિયામાં તમને હોટેલ મળી જાય છે. વાત કરીએ ખાવા-પીવાની તો અહીં 20થી 40 રૂપિયામાં તો તમે ભરપેટ ખાવાનું ખાઈ શકો છો. જ્યારે વાત કરીએ ટ્રાન્સપોર્ટેશનની તો અહીં તમે 12થી 40 રૂપિયામાં બસ અને ટૂક ટૂકની મુસાફરી કરી શકો છો.
આપણ વાચો: ભારતમાં દર 30 મિનિટે એક નવો કરોડપતિ! મુંબઈ ‘કરોડપતિઓની રાજધાની: રિપોર્ટમાં ખુલાસો
એક દિવસમાં થાય છે આટલો ખર્ચ
જો આપણે વાત કરીએ લાઓસમાં એક દિવસના ખર્ચની તો લાઓસમાં એક દિવસ રહેવા માટે આશરે 1500 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધી આવે છે. જો તમે સાત દિવસની ટ્રિપ પ્લાન કરો છો તો આશરે 40,000થી 70,000 રૂપિયાનો ખર્ચ આવે છે. જેમાં હોટેલ, ખાવા-પીવાનું અને ફરવાનો ખર્ચ આવી જાય છે.
ભારતીયોને અહીં વિઝા ઓન અરાઈવલની સુવિધા મળે છે એટલે કે અહીં આવવા વિઝા માટે પહેલાંથી અરજી નથી કરવી પડતી. આ સાથે અહીં જ કરન્સી એક્સચેન્જ પણ સરળતાથી થઈ જાય છે.
છે ને એકદમ કામની અને અનોખી માહિતી? હવે જ્યારે પણ ફરવા જવાનું પ્લાનિંગ કરો તો આ ડેસ્ટિનેશનને ચોક્કસ તમારા લિસ્ટમાં રાખજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



