ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

Bhakti: શુકરવારે આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા, મળશે માતાના આશીર્વાદ, થશે આર્થિક સંકટોનો નાશ

સનાતન હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. તેવામાં શુક્રવારે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરીને પણ તેને પ્રસન્ન કરીને આશીર્વાદ મેળવી શકાય છે. (Friday Laxmi upay) શુક્રવાર મહાલક્ષ્મીનો દિવસ છે અને આ દિવસે કરવામાં આવેલ કેટલાક શુભ કાર્ય તમારા ઘરમાં ધન લાવે છે. જે લોકો આર્થિક સંકટોથી ઘેરાયેલા છે તેને આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. ચાલો જાણીએ આવા શુભ ઉપાયો વિશે…

1 શ્રી યંત્રની પૂજા
શુક્રવારની મધ્યરાત્રિએ શ્રીયંત્રની પૂજા કરીને તમે લક્ષ્મીની પ્રાપ્તિ કરી શકો છો.આ દરમ્યાન તમે માતાજી સામે ઘીના 8 દીવા અને ગુલાબની સુગંધ વાળી ધૂપબત્તી પ્રગટાવો. ત્યાર બાદ માતા લક્ષ્મીને ખીરનો ભોગ અર્પણ કરો. આ સાથે જ કનક ધારા સ્ત્રોતનો પાઠ કરો. માતા લક્ષ્મીને ગુલાબી રંગના ફૂલ અત્યંત પ્રિય હોવાથી તેને આવા ફૂલ પણ અર્પણ કરો. આ રીતે તમે શ્રીયંત્રની પૂરા ભક્તિ ભાવ સાથે પુજા કરી શકો છો.

2 એકાક્ષી નારિયેળથી દેવી લક્ષ્મીની પૂજા કરો
માતા લક્ષ્મીને એકાક્ષી નાળિયેર ખૂબ જ પ્રિય છે. તેથી શુક્રવારે ધનની દેવીને એકાક્ષી નારિયેળ અર્પણ કરવાથી તે પ્રસન્ન થાય છે. તેમજ આ ઉપાય કરવાથી ભક્તોની દરેક માનોકામના પૂર્ણ થાય છે. તેથી, શુક્રવારે લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે, તમે એકાક્ષી નારિયેળના ઉપાયનો ઉપયોગ કરી શકો છો.

3 શુક્રવારે સાંજે અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો
તમારે શુક્રવારે સંધ્યા સમયે અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ એક ખૂબ જ પ્રભાવશાળી સ્તોત્ર છે, જેનો પાઠ કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે અને જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. આ સ્તોત્ર મુશ્કેલીઓ દૂર કરે છે અને ધન પ્રાપ્તિમાં મદદ કરે છે. દરરોજ અષ્ટ લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવાથી દેવી લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે.

નોંધ: આ લેખમાં આપેલી માહિતી જ્યોતિષી અને ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને વાચકોના રસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ લેખમાં કરવામાં આવેલા દાવા સાથે સંસ્થા સહમત છે તેવી માની લેવું નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey