એક કિલો બટેટાંની કિંમત 1,00,000 રૂપિયા, શું છે ખાસ આ બટેટાંમાં? જાણી લેશો તો…

આપણે ત્યાં બટેટાંને શાકભાજીના રાજા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે ખૂબ જ સરળતાથી કોઈ પણ શાકભાજી સાથે મિક્સ થઈ જાય છે. બટેટાની લોકપ્રિયતાનું સૌથી પહેલું કારણ એટલે તે દરેક સિઝનમાં સરળતાથી મળી જાય છે અને બીજું કે તેની કિંમત ખૂબ જ વાજબી હોય છે. આપણે ત્યાં સામાન્યપણે 25થી 30 રૂપિયા કિલોના ભાવે બટેટાં મળી જાય છે, આવી સ્થિતિમાં કોઈ તમને કહે કે દુનિયાના એક દેશમાં 1,00,000 રૂપિયા કિલોના ભાવે બટેટાં વેચાય છે તો માનવામાં આવે ખરું ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ…
જી હા, માનવામાં ના આવે પણ આ હકીકત છે. ભારતમાં સસ્તા ભાવે મળતાં બટેટાં દુનિયાના અનેક દેશોમાં ખૂબ જ મોંઘા વેચાય છે. એશિયન કન્ટ્રીની વાત કરીએ તો દક્ષિણ કોરિયામાં સૌથી મોંઘા ભાવે બટેટાં વેચાય છે. કોરિયાના રાજધાની સોલમાં એક કિલો બટેટાં માટે તમારે 4.28 ડોલર એટલે કે આશરે 380 રૂપિયા ખર્ચવા પડશે.
જાપાનની વાત કરીએ તો અહીં એક કિલો બટેટાં 2.98 ડોલર, તાઈવાનમાં એક કિલો બટેટાં 2.82 ડોલર, હોંગકોંગમાં 2.61 ડોલર, સિંગાપોરમાં 2.28 ડોલર, ઈન્ડોનેશિયામાં 1.51 ડોલર, થાઈલેન્ડ, 1.49 ડોલર, વિયેટનામમાં 1.02 ડોલર એક કિલો બટેટાં પાછળ ખર્ચવા પડશે.
વાત કરીએ દુનિયાના સૌથી મોંઘા ભાવે વેચાતા બટેટાંની તો સૌથી મોંઘા બટેટાં ફ્રાન્સમાં વેચાય છે અને એનું નામ છે લે બોન્નેટ્ટે. આટલા મોંઘા હોવા છતાં પણ સ્થાનિક લોકો લાઈન લગાવીને બટેટાં ખરીદે છે. ઉત્પાદનની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન 100 ટન બટેટાંનું ઉત્પાદન થાય છે. દર વર્ષે મે અને જૂન મહિનામાં જ આ બટેટાં વેચાણ માટે આવે છે.
સ્થાનિક ખેડુત બેનોઈટ બોનોટ્ટેના નામ પરથી આ બટેટાને નામ આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે તેમણે જ સૌપ્રથમ વખત આ ખાસ પ્રકારના બટેટાં ઉગાડ્યા હતા. આ બટેટાંની ખેતી પારંપારિર પદ્ધતિથી કરવામાં આવે છે. આ બટેટા આકારમાં ખૂબ જ નાના હોય છે અને તેની છાલ ખૂબ જ પાતળી હોય છે. આ બટેટાંને ઉકાળીને મીઠા સાથે ખાવામાં આવે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરજો હં ને? આવી જ બીજી અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



