મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

અભિનેત્રી કૃત્રિ સેનને મળી ગયો બોયફ્રેન્ડ, એરપોર્ટ પર કોની સાથે જોવા મળી?

નિર્માતા તરીકેની તેની પ્રથમ ફિલ્મ ‘દો પત્તી’ માટે સકારાત્મક પ્રતિસાદ મેળવનાર બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન, તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે હાલમાં જોવા મળી હતી. પરિવાર અને મિત્રો સાથે દિવાળીની ઉજવણી કર્યા બાદ કૃતિ મુંબઇ એરપોર્ટ પર ચિઅરફૂલ અંદાજમાં જોવા મળી હતી. તેણે બોહેમિયન-કેઝ્યુઅલ સ્ટાઇલમાં એરપોર્ટ પર સ્ટાઇલિશ એન્ટ્રી કરી હતી. તે વખતે તેની સાથે યુકે સ્થિત બોયફ્રેન્ડ કબીર બહિયા પણ હતો. જોકે, બંનેએ ફોટોગ્રાફર્સ સામે એકસાથે પોઝ આપવાનું ટાળ્યું હતું. કૃતિએ એકલા જ ફોટો પડાવ્યો હતો.

આ પણ વાંચો : બોક્સ ઓફિસ પર ઘટતી કમાણી જોઈને Actress Kriti Sanonએ કર્યું કંઈક એવું કે…

પાપારાઝીએ શેર કરેલી તસવીરોમાં કબીર એરપોર્ટ પર જોવા મળી રહ્યો છે અને કૃતિ તેની પાછળ છે. બંનેએ બ્લેક આઉટફિટ પહેર્યા હતા. ખુલ્લા વાળ અને સનગ્લાસીસમાં કૃતિ સુંદર લાગી રહી હતી. તેણે સ્નીકર પેર સાથે દેખાવ પૂર્ણ કર્યો હતો. જ્યારે તેઓ અજાણ્યા સ્થળે જવા નીકળ્યા ત્યારે લોકો અનુમાન લગાવવા લાગ્યા હતા કે કૃતિ અને કબીર સાથે રજાઓ પર ગયા છે.

આ પણ વાંચો : Abhishek Bachchan બાદ હવે આ એક્ટ્રેસ બની Amitabh Bachchanની પડોસન?

કબીર યુકે સ્થિત અગ્રણી ટ્રાવેલ એજન્સીના માલિક અને વર્લ્ડવાઈડ એવિએશન એન્ડ ટુરીઝમના મેનેજિંગ ડિરેક્ટર કુલજિન્દર બહિયાનો પુત્ર છે. કબીરે લંડનની રિજન્ટ યુનિવર્સિટીમાં બિઝનેસ, મેનેજમેન્ટ, માર્કેટિંગ અને સર્વિસીસમાં એજ્યુકેશન લીધુ છે. કબીર બિઝનેસમેન હોવા ઉપરાંત સ્પોર્ટ્સ લવર પણ છે. એમએસ ધોની, કૃણાલ અને હાર્દિક પંડ્યા જેવા ભારતીય ક્રિકેટરો સાથે તેના સારા સંબંધો છે.

આ પણ વાંચો : Millionare Rumerd Boyfriend સાથે પાર્ટીમાં શું કરતી જોવા મળી આ બોલીવૂડ એક્ટ્રેસ, વીડિયો થયો વાઈરલ…

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કૃતિ સેનન તેના હોમ પ્રોડક્શનની ફિલ્મ દો પત્તીમાં જોવા મળી હતી. આ ફિલ્મ સીધા નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી, જેમાં તે ડબલ રોલમાં હતી. ફિલ્મમાં કાજોલે પોલીસ ઑફિસરની ભૂમિકા નિભાવી હતી.

કૃતિ ‘દો પત્તી’માં ડબલ રોલમાં જોવા મળી રહી છે, જેની સ્ટોરી ‘મનમર્ઝિયાં’ ફેમ કનિકા ધિલ્લોને લખી છે. આ ફિલ્મ ઘરેલુ હિંસાની થીમ પર આધારિત છે.

આ પણ વાંચો : લંડનની સડકો પર આ કોની સાથે હાથોમાં હાથ નાખી જોવા મળી અભિનેત્રી….

આ વર્ષની શરૂઆતમાં જ કૃતિએ મુંબઈ મેટ્રોપોલિટન રિજનની સેલિબ્રિટી કેપિટલ ગણાતા અલીબાગમાં 2000 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો. આ જમીન માંડવા જેટીથી 20 મિનિટથી પણ ઓછા અંતરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button