જાણો છો… IPS અધિકારીનો પગાર કેટલો હોય છે?

UPSC (Union Public Service Commission)ની પરીક્ષા દેશમાં સૌથી અઘરી પરીક્ષા ગણાય છે. જોકે, આ પરીક્ષા પાસ કર્યા બાદ તેમની તકદીરના તાળા પણ ખુલી જાય છે. તેમને મોટા પગારની નોકરી, ગાડી, રહેવા માટે ઘર, નોકર ચાકર જેવી ઘણી સુવિધા પણ મળે છે. તેથી જ UPSC પાસ કરવા માટે ઉમેદવારો વર્ષોના વર્ષો સુધી મહેનત કરતા રહેતા હોય છે. UPSCમાં પ્રીલિમનરી, મેઈન્સ પરીક્ષા અને ઈન્ટરવ્યુનો રાઉન્ડ હોય છે. આ પરીક્ષા પાસ કર્યા પછી ઉમેદવારની IAS, IPS સહિતના અધિકારીરૂપે તેમની પસંદગી કરવામાં આવે છે.
નોંધનીય છે કે IAS ઓફિસર તરીકેની નોકરીને ભારતમાં શ્રેષ્ઠ નોકરી ગણવામાં આવે છે. જે ઉમેદવારો સિવિલ સર્વિસ પરીક્ષાના તમામ તબક્કામાં સારો દેખાવ કરે છે તેમને ભારતીય સિવિલ સર્વિસિસમાં જોડાવાની તક મળે છે. દર વર્ષે લાખો ઉમેદવારો IAS અધિકારી બનવા માટે સિવિલ સર્વિસની પરીક્ષા આપે છે. IAS અધિકારીને ઉત્તમ પગાર ઉપરાંત ઘણી સુવિધાઓ મળે છે. આ સિવાય IAS પાસે ઘણો પાવર હોય છે, જેનો ઉપયોગ વહીવટને સંભાળવા માટે થાય છે.
IAS અને IPSની જવાબદારી એકદમ અલગ-અલગ હોય છે. જોકે, IAS અધિકારીનો પગાર IPS અધિકારીની સરખામણીમાં વધારે હોય છે. IAS અધિકારીને ઉત્તમ પગાર ઉપરાંત ઘણી સુવિધાઓ મળે છે. આ સિવાય IAS પાસે ઘણો પાવર હોય છે, જેનો ઉપયોગ દેશના વહીવટને સંભાળવા માટે થાય છે.
સાતમા પગારપંચ પછીની વાત કરીએ તો શરૂઆતમાં એટલે કે દસમા સ્તરથી શરૂઆત કરીએ તો એક IAS ઓફિસરનો પગાર દર મહિને 56,100 રૂપિયા હોય છે. ત્યાર બાદ જેમ જેમ સ્તર વધતું જાય તેમ તેમ પગાર અને પ્રમોશન તેમજ અન્ય ભથ્થા સાથે વધીને તેમનો પગાર 2.5 લાખ રૂપિયા થાય છે. તેઓ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પોસ્ટ પર પણ પહોંચે છે.
આમ એક IPS અધિકારીનો પગાર 56,100થી 2,25,000 રૂપિયા સુધી હોય છે. આ સાથે જ IAS અને IPS અધિકારીઓને પગાર ઉપરાંત અન્ય સુવિધાઓ પણ મળે છે. IPS બન્યા પછી કેબિનેટ સચિવ બનેલા અધિકારીનો પગાર સૌથી વધુ હોય છે. અધિકારીઓને મકાનો, રસોઈયા જેવી અન્ય અનેક સુવિધાઓ પણ આપવામાં આવે છે.