
ભારતીય રેલવે (Indian Railway) દ્વારા દોડાવવામાં આવતી હજારો ટ્રેનોમાં દરરોજ અઢી કરોડથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે.
રેલવે દ્વારા પણ પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવે છે, પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો આ નિયમથી અજાણ હોય છે અને એને કારણે પોતાનું જ નુકસાન કરી બેસે છે. આજે અમે અહીં તમને રેલવેના આવા જ એક નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ શું છે આ નિયમ-
આ નિયમ છે ટ્રેન છુટી ગયા બાદ ટિકિટ કેટલી કામની છે એ અંગેનો. આપણામાંથી લોકો ટ્રેનમાં પ્રવાસ કરે છે પરંતુ કોઈ કારણસર ટ્રેન છૂટી જાય છે તો આપણે પણ ટ્રેનની ટિકિટને નકામી માનવા લાગીએ છીએ, પરંતુ હકીકતમાં એવું નથી હોતું. મોટાભાગના લોકોને આ નિયમ વિશે જાણકારી નથી હોતી અને તેઓ પોતાનું નુકસાન કરાવી બેસે છે. આ નિયમ વિશે જાણી લેશો તો તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.
આપણ વાંચો: પહેલી જુલાઈથી બદલાઈ રહ્યા છે ભારતીય રેલવેના નિયમો! જાણો રિઝર્વેશન અને તત્કાલ બુકિંગના નવા ફેરફારો…
જો તમે ટ્રેનની ટિકિટ ખરીદી પણ તમારી ટ્રેન છૂટી ગઈ તો ત્રાસીને એ ટિકિટ ફેંકવાની દરપૂપ નથી. અનેક લોકો આ જ ભૂલ કરી બેસે છે, જોકે આવું કરવું નુકસાનદાયી છે. રેલવેના નિયમ અનુસાર તમારી ટિકિટ હજી પણ કામની છે. પરંતુ શરત એટલી કે આ ટિકિટ અનરિઝર્વ એટલે કે જનરલ હોવી જોઈએ.
આ જનરલ ટિકિટથી તમે એની વેલિડિટી પીરિયડની અંદર બીજી કોઈ પણ ટ્રેનમાં પણ મુસાફરી કરી શકો છો. ટૂંકા અંતરની મુસાફરીની ટિકિટ પર 3 કલાક અને લાંબા અંતરની મુસાફરી પર 24 કલાક સુધી એનો ફાયદો ઉઠાવી શકાય છે. જોકે, તમારી જાણ માટે રિઝર્વ ટિકિટ લઈને પ્રવાસ કરનારા પ્રવાસીઓને આ સુવિધા નથી મળતી.
આપણ વાંચો: ભારતીય રેલવેમાં 100 વર્ષ બાદ થશે મોટો ફેરફાર, બ્લૂપ્રિન્ટ તૈયાર…
તો તમને થશે કે રિઝર્વ ટિકિટ લઈને મુસાફરી કરતાં પ્રવાસીઓની ટ્રેન છૂટી જાય તો તેમણે શું કરવું જોઈએ એની તો આ પ્રવાસીઓએ પણ ટીડીઆર એટલે કે ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ ફાઈલ કરી શકે છે. આવું કરીને તમે રેલવે પાસેથી રિફંડ માંગી શકો છો. આ માટે ટ્રેન છૂટવાના 4 કલાકની અંદર ઓનલાઈન ટીડીઆર ફાઈલ કરવું પડે છે.
આઈઆરસીટીસીની વેબસાઈ કે એપની મદદથી તમે આ પ્રોસેસ કરી શકો છો. જો તમે પરફેક્ટ ટાઈમ લિમિટમાં આ ટીડીઆર ફાઈલ કરો છો તો રેલવે અમુક ટકા પૈસા કાપીને તમને પૈસા પાછા આપે છે. અહીંયા તમારી જાણ માટે જનરલ ટિકિટ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓને આ સુવિધા નથી આપવામાં આવતી. જો તમે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી છે તો કાઉન્ટર પર જઈને ટીડીઆર ફાઈનલ કરી શકાય છે.
છે ને એકદમ કામની અને મહત્ત્વની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…