સ્પેશિયલ ફિચર્સ

દુનિયાનું સૌથી ઊંચું ચર્ચ ક્યાં આવેલું છે, ખબર છે?

ઉલ્મઃ દુનિયામાં સૌથી જૂનું ચર્ચ કયું એની ચર્ચા અત્યારે જાગી છે. દક્ષિણ જર્મનીમાં આવેલું ઉલ્મર મુન્સ્ટર દુનિયાનું સૌથી ઊંચું ચર્ચ છે. ગોથિક શૈલીના લ્યુથરન ચર્ચનું આધિપત્ય ૩૧ મે, ૧૮૯૦માં શરૂ થયું હતું, જે ૨૦૨૫માં સમાપ્ત થઇ શકે છે. કારણ કે છેલ્લા ૧૪૨ વર્ષથી નિર્માણાધીન સ્પેનના બાર્સેલોનાનું લા સગ્રાડા ફેમિલિયા ચર્ચ ૨૦૨૬માં બનીને તૈયાર થશે. આ સાથે તે વિશ્વનું સૌથી ઊંચું ચર્ચ બની જશે. સ્પેનના આ ચર્ચનું નિર્માણ કેટલનના પ્રખ્યાત આર્કિટેક્ટ એન્ટોની ગૌડીએ કરાવ્યું હતું. આ ચર્ચ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સામેલ છે.

આ ચર્ચની બેસિલિકા તેની અંતિમ ઊંચાઇ પર પહોંચવા માટે ૧૭ મીટર (૫૫.૭૭ ફૂટ)ના ક્રોસને આભારી હશે, જે જર્મન કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. ઉલ્મર મુન્સ્ટરના મુખ્ય પાદરી જણાવે છે કે મને આ બધું એટલું આકર્ષક લાગતું નથી કે તે વિશ્વનો સૌથી ઊંચો ચર્ચ ટાવર છે. આ માત્ર એક અદ્દભુત ચર્ચ છે જે તમને પ્રાર્થના કરવા અને આભાર માનવા માટે આમંત્રિત કરે છે.

પહેલું નહીં તો બીજું સૌથી ઊંચું ચર્ચ
છેવટે તો ઉલ્મ પાસે હંમેશાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન રહેશે. ભૌતિકશાસ્ત્રી આઇન્સ્ટાઇનનો જન્મ ૧૮૭૯માં ઉલ્મમાં થયો હતો અને તેઓ શરૂઆતના ૧૫ મહિના અહીં રહ્યા હતા. તેમનો મોટો પરિવાર ત્યાં જ રહ્યો હતો. તેઓ પાછા ફર્યા અને ૧૯૨૩માં ચર્ચના મીનારા પર ચઢી ગયા હતા. ઉલ્મર મુન્સ્ટરની અંદર રંગીન કાચની બારીઓ ઉપરાંત આઇન્સ્ટાઇન અને અન્ય પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો છે. ઉલ્મના પ્રવાસન બોર્ડના સંદેશાવ્યવહાર પ્રમુખ જણાવે છે કે શહેરના અન્ય ભાગોમાં કલા અને સંસ્કૃતિની ભારોભાર ઝલક જોવા મળે છે. તેઓ કહે છે કે અમે અહીં આવનાર મહેમાનોને પ્રેરણા આપી શકીએ છીએ ભલે અમારી પાસે વિશ્વનું સૌથી ઊંચું ચર્ચ ન હોય, પરંતુ બીજું સૌથી ઊંચું ચર્ચ તો રહેશે.

દાયકાઓના દાયકાઓ સુધી ચાલ્યું કામ
ઉલ્મર મુન્સ્ટરનો ઇતિહાસ ૧૩૭૭થી શરૂ થાય છે, જ્યારે ઉલ્મના નાગરિકોએ તેમના જૂના પેરિશ ચર્ચને તોડી પાડવાનું નક્કી કર્યું હતું. રહેવાસીઓએ તેના નગરની મધ્યમાં એક નવા ચર્ચનું નિર્માણ કરવાનું નક્કી કર્યું અને તેને વિશ્વમાં સૌથી ઊંચું શિખર બનાવવાની યોજના બનાવી. ૧૫૪૩માં નિર્માણ કાર્ય બંધ કરવામાં આવ્યું, પરંતુ ૧૮૪૪માં ફરી શરુ થયું અને ૩૧ મે ૧૮૯૦ સુધીમાં પૂર્ણ થયું હતું.

વર્ષે એક મિલિયન લોકો લે છે મુલાકાત
૧૬૧.૫ મીટર(૫૩૦ ફૂટ) ઊંચા ઉલ્મર મુન્સ્ટરને જાણીજોઇને ઉત્તર-પશ્ચિમ જર્મનીના કોલોન કેથેડ્રલ કરતાં ઊંચું બાંધવામાં આવ્યું હતું. જે ૧૮૮૦માં ૧૫૭.૨ મીટર(૫૧૬) ફૂટ ઊંચું હતું. ૧૯૪૪માં બીજા વિશ્વયુદ્ધમાં બોંબ ધડાકામાં ઉલ્મનો નાશ થયો હોવા છતાં ચર્ચ અડીખમ હતું. આ ચર્ચની દર વર્ષે ૧ મિલિયન મુલાકાતીઓ મુલાકાત લે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત