ડિવોર્સ બાદ માસુમ બાળકો બને છે ડિપ્રેશનનો શિકાર

આજની ફાસ્ટ લાઇફમાં સંબંધો પણ ફાસ્ટ અને ઇન્સ્ટંટ થઇ ગયા છે. પહેલા લોકો પૈસા અને કામ કરતા સંબંધોને વધુ મહત્વ આપતા હતા, પણ હવે લોકો પાસે સમય નથી. લોકો કામમાં વ્યસ્ત છે અને તેમની પોતાની જવાબદારીઓ એટલી વધી ગઈ છે કે તેઓ સંબંધ બચાવવા માટે ખાસ પ્રયત્નો કરતા નથી. જેના કારણે પારિવારિક સંબંધો દિવસેને દિવસે નબળા થતા જાય છે. પશ્ચિમી દેશોમાં ડિવોર્સ ઘણા સામાન્ય છે, પણ હવે ભારત જેવા દેશમા ંપણ ડિવોર્સ સામાન્ય બનતા જાય છે.
ડેટા પર નજર કરશો તો જાણ થશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડિવોર્સની સંખ્યામાં ઘણો વધારો થયો છે, પણ આવા ડિવોર્સ માત્ર માતા-પિતાને જ અસર નથી કરતા, પણ તેમના બાળકોને પણ અસર કરે છે. માતા-પિતાના ડિવોર્સ બાળકોને માનસિક રીતે નબળા બનાવે છે. તેમનો પણ સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય છે. તેઓ તેમના ભણતરમાં પણ ધ્યાન આપી શકતા નથી. ડિવોર્સ બાળકોના આત્મસન્માનમાં ઘટાડો અને અસુરક્ષાની લાગણીમાં વધારો કરી શકે છે. બાળકો નાના હોય તો નાની ઉંમરના કારણે બાળકો શરૂઆતમાં તેમના માતા-પિતા વચ્ચેના સંઘર્ષને સમજી શકતા નથી, પરંતુ જ્યારે છૂટાછેડા થાય છે ત્યારે બાળકો પર તેની નકારાત્મક અસર પડે છે.
બાળકોના યોગ્ય ઉછેર માટે માતા અને પિતા બંને મહત્વના છે, પણ જ્યારે કપલ ડિવોર્સ લે છે ત્યારે તેમને માતા કે પિતા બંનેમાંથી એક સાથે રહેવાનો વિકલ્પ આપવામાં આવે છે. આની સીધી અસર બાળકના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે અને ક્યારેક તેઓ ડિપ્રેશનનો શિકાર બની જાય છે.
માતા-પિતાના છૂટાછેડા પછી બાળકો ઇન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સનો શિકાર બને છે. તેઓ મિત્રો અને સમાજથી અલગ અને અતડા રહેવા લાગે છે. તેઓ આંતર્મુખી બની જાય છે. કોિ સાથે વધારે વાતચીત કરવી તેમને ગમતી નથી. આખો દિવસ સુનમુન રહેવા લાગે છએ. આ બધાની અસર તેમના શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. આવી સ્થિતિમાં માતા-પિતાની જવાબદારી છે કે તેઓ ભલે અલગ થઇ ગયા હોય, પણ બાળકની જવાબદારીઓ માટે, તેમને મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે અને તેમના દરેક કામ માટે તેો હંમેશા હાજર રહે.