ગ્રહોના રાજા કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓનો થશે ભાગ્યોદય, બેંક બેલેન્સ પણ વધશે…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને ગોચર કરવા માટે કેટલો સમય લાગે છે એ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. જેમ ચંદ્ર સૌથી વધુ ઝડપથી ગોચર કરતો ગ્રહ છે એ જ રીતે શનિ એ સૌથી ધીમી ગતિએ ગોચર કરતો ગ્રહ છે. જ્યારે ગ્રહોના રાજા એવા સૂર્ય દર મહિને એક રાશિમાં બીજી રાશિમાં ગોચર કરે છે અને સૂર્યને એક રાશિચક્ર પૂરું કરવા માટે એક વર્ષનો સમય લાગે છે. સૂર્ય છ દિવસ બાદ એટલે કે 17મી ઓક્ટોબરના ગોચર કરીને તુલા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સિંહ રાશિના સ્વામી જ્યારે તુલા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેની તમામ રાશિના જાતકો પર ઓછા વધતા અંશે અસર જોવા મળશે, પરંતુ કેટલીક એવી રાશિઓ છે કે જેમના પર આ ગોચરની ખાસ અસર જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર સફળતાના દ્વાર ખોલનારું સાબિત થશે. નવો બિઝનેસન શરૂ કરવાની યોજના સફળ થશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. નોકરી કરી રહેલાં લોકોના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
આ પણ વાંચો : ત્રીસ વર્ષે બનશે શશ યોગ, દિવાળીમાં આ રાશિના જાતકોના જીવનમાં થશે દીવા
વૃષભ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારું રહેશે. તમામ કામમાં સફળતા મળી રહી છે. કોઈ જગ્યાએ અટવાઈ પડેલાં પૈસા પાછા મળી શકે છે. સરકારી યોજનામાં પણ લાભ થશે. ઓફિસમાં નોકરી કરતાં લોકોના માન-સન્માનમાં વૃદ્ધિ થશે.
તુલા રાશિમાં સૂર્યનું થઈ રહેલું ગોચર આ રાશિના જાતકો માટે સમસ્યાઓ દૂર કરનારું સાબિત થશે. આ સમયગાળામાં તમે પરિવાર સાથે કોઈ તીર્થ યાત્રા પર જઈ શકો છો. કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો એનાથી સારો એવો નફો થશે.
તુલા રાશિમાં જ સૂર્યનું ગોચર થઈ રહ્યું છે જેને આ રાશિના જાતકોને ધનલાભ થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે. પ્રવાસ દરમિયાન તમારે લોકો માટે ઉદાહરણ સમાન બનવું પડશે. પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
આ પણ વાંચો : ત્રીસ વર્ષે બનશે શશ યોગ, દિવાળીમાં આ રાશિના જાતકોના જીવનમાં થશે દીવા
આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. આ સમયગાળામાં તમે કોઈ પણ મોટા નિર્ણયો સરળતાથી લઈ શકશો. ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. અટવાયેલા પૈસા મળશે. 30 દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.
કુંભ રાશિના જાતકો માટે આ સમયગળાનો ખૂબ જ લાભદાયી રહેશે. કુંભ રાશિના લોકો સારી એવી કમાણી કરી શકશે. પરોપકારી કાર્યોમાં ધન ખર્ચ થશે. આગામી 30 દિવસમાં ઘરમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના છે.