ઉનાળામાં આ સિમ્પલ ટિપ્સથી રાખો ઘરને ઠંડુ, પછી કહેતાં નહીં કીધું નહોતું…

અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. દેશના અનેક જગ્યાઓ પર તો સૂરજદાદા રીતસરની આગ ઓકી રહ્યા છે અને તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ આંકડો એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ પાર કરી ચૂક્યો છે. આવા સમયે ઘરથી બહાર તો ઠીક પણ ઘરની અંદર પણ બફારો અને ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. આજે અમે અહીં તમને એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ એની મદદથી તમે ગરમીમાં પણ ઘરને ઠંડું રાખી શકો છો. ચાલો જોઈએ શું છે આ ટિપ્સ…
આપણ વાંચો: પશ્ચિમ રેલવેમાં મુસાફરી કરવાના હો તો જાણી લો ‘મહાજમ્બો બ્લોક’ની વિગત નહીં તો પસ્તાશો!
ગરમીઓ વધી રહી છે અને ઘરની બહારની સાથે સાથે ઘરની અંદરનું તાપમાન પણ રહ્યું છે. આપણે અહીં આજે કેટલીક એવી ટિપ્સ વિશે વાત કરીશું કે જેને કારણે ઘરની અંદરનું વાતાવરણ ઠંડુ રહેશે.

ડાર્ક અને જાડા પડદા
સામાન્યપણે આપણે ઘરની બારીઓ પર લાઈટ કલરના અને હળવા હોય એવા પડદા લગાવીએ છીએ. પરંતુ ઉનાળામાં ઘરની બારીઓ પર ડાર્ક અને જાડા પડદા લગાવવા જોઈએ. આને કારણે ઘરની અંદરનું વાતાવરણ ઠંડુ રહે છે.
દિવસના સમયે પડદા બંધ રાખો
દિવસના સમયે અને એમાં પણ જ્યારે તડકો હોય ત્યારે તો ખાસ કરીને બારી-બારણાના પડદા બંધ રાખો. જેને કારણે ઘરની અંદર તડકો નહીં આવે અને ઘરની અંદરનું તાપમાન જળવાઈ રહેશે અને ઘર ઠંડુ રહેશે.

બારીઓ ખુલી રાખો
રાતના સમયે બહારનું વાતવરાણ પ્રમાણમાં ઓછું હોય છે એટલે રાતના સમયે ઘરની બારીઓ શક્ય હોય તો ખુલ્લું રાખો, જેથી ઠંડી હવા ઘરમાં પ્રવેશી શકી અને ઘરનો માબોલ ઠંજો રહે.

છોડ લગાવો
ઝાડ લગાવવાથી વાતાવરણ ઠંડુ રહે છે એ તો આપણે જાણીએ જ છીએ. પરંતુ ગરમીઓમાં ઘરનું તાપમાન ઓછું રહે એટલે ઘરમાં મની પ્લાન્ટ એરેકા પામ, સ્નેક પ્લાન્ટ જેવા નાના મોટા છોડ લગાવો. જેને કારણે ઘરનું વાતાવરણ ગરમ નહીં થાય.
ગેજેટનો ઓછો ઉપયોગ
આજકાલ મોટાભાગના ઘરોમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ વધી ગયો છે. જો તમે પણ ઘરમાંથી ઉકળાટ ઓછો કરવા માંગો છો તો તમારે શક્ય હોય એટલા ઓછા ગેજેટનો ઉપયોગ કરવો જોઈએ. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ વધારે ગરમી પેદા કરે છે એટલે તેનો મર્યાદિત ઉપયોગ કરો. શક્ય હોય તો ઘરમાં એલઈડી બલ્બ લગાવો.
બે-ત્રણ વાર પોતુ મારો
ગરમીના દિવસોમાં જમીનને ઠંડી રાખવા માટે આપણે ઠંડા પાણીથી પોતુ મારીએ છીએ. જો તમે પણ ઘરનું ટેમ્પરેચર ડાઉન રાખવા માંગો છો તો દિવસમાં બેથી ત્રણ વખત આખા ઘરમાંથી સરસ પોતું મારો, આવું કરવાથી ઘર ઠંડું રહે છે.

બારણા રાખો બંધ
આખા દિવસમાં જે રૂમનો સૌથી ઓછો ઉપયોગ થતો હોય કે ના જ થતો હોય એવા રૂમના દરવાજા બંધ રાખો. જેથી એ રૂમમાં હવા ઠંડી રહે અને એ રૂમનું તાપમાન વધતું નથી.