વર્ષો બાદ કરવા ચોથ પર બનશે દુર્લભ સંયોગ, પાંચ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ…
આ વખતે છ દિવસ બાદ એટલે કે 20મી ઓક્ટોબરના રોજ કરવા ચોથનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે વિવાહિત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે નિર્જલા ઉપવાસ રાખે છે. આ વખતે કરવા ચોથ પર 24 વર્ષ બાદ ગજકેસરી, મહાલક્ષ્મી, શશ રાજયોગની સાથે સાથે સમસપ્તક અને બુધાદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષાચાર્યની વાત પર વિશ્વાસ કરીએ તો કરવા ચોથ પર બની રહેલાં આ દુર્લભ યોગ પાંચ રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ
વૃષભ રાશિના જાતકોને આ સમયગાળમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. અભ્યાસ કરી રહેલાં જાતકો માટે પણ આ સમય ખૂબ સારો અને અનુકૂળ રહેશે. વૈવાહિક જીવનમાં મિઠાશ વધશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે પણ આ સમય લાભદાયી રહેશે. આ રાશિના જાતકોને ધન-ધાન્યની પ્રાપ્તિ થશે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. સંતાન પાસેથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે.
તુલાઃ
કરવા ચોથ પર વર્ષો બાદ એક સાથે બની રહેલાં આટલા શુભ યોગને કારણે તુલા રાશિના જાતકોના લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તેમાં રાહત મળશે. પરિણીત મહિલાઓને પતિ અને સાસરિયાઓનો ભરપૂર પ્રેમ મળશે.
ધનઃ
ધન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ આ સમયગાળામાં મજબૂત બની રહી છે. આવકમાં વૃદ્ધિ થશે. માતા-પિતા અને વડીલોના આશિર્વાદથી કોઈ અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે.
આ પણ વાંચો :આજનું રાશિફળ (14-10-24): અઠવાડિયાના પહેલાં જ દિવસે આ ચાર રાશિના જાતકોને મળશે Good News… જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
કુંભઃ
કુંભ રાશિના રોકાણ કરનારા લોકો માટે આ સમય અનુકૂળ અને લાભદાયી રહેશે. પૈતૃક સંપત્તિ સાથેના કોઈ વિવાદમાં રાહત મળશે. ધાર્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે. જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.