કારતક મહિનામાં દીપદાનનું છે વિશેષ મહત્ત્વ, જાણો દીપદાન શું છે, તેની વિધિ, શુભ સમય…

કારતક મહિનો હિંદુ કેલેન્ડરનો આઠમો મહિનો છે અને એને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનાને બ્રહ્માંડના પાલનહાર ભગવાન વિષ્ણુની સમર્પિત માનવામાં આવે છે. આ સમયે ભગવાન વિષ્ણુજીની અને તુલસી પૂજાનું ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. આ સિવાય આ મહિનામાં દીપદાનનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આજે આપણે અહીં જણાવીશું દીપદાનનું મહત્ત્વ શું છે અને આ દીપદાન કરવાની વિધિ…
શું છે દીપદાન?
દીપદાનનું મહત્ત્વ અને એની વિધિ વિશે જાણીએ પહેલાં આ વાત કરીએ કે આખરે દીપદાન છે શું? દીપદાનનો અર્થ એવો થાય છે કે દીવાને પ્રજ્વલિત કરીને યોગ્ય સ્થાને દાન કરવું કે પછી રાખવું. દીપદાન કોઈ દેવતા કે પવિત્ર નદી કે કોઈ વિદ્વાન બ્રાહ્મણના ઘરે કરવામાં આવે છે. મુખ્ય રૂપથી દીપદાન જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના માટે કરવામાં આવે છે. દીપદાનને જ્ઞાન અને ઉજ્જ્વળ ભવિષ્યનું પ્રતિક પણ માનવામાં આવે છે. કારતક મહિનામાં દીપદાનનું વિશેષ મહત્ત્વ છે અને એનાથી અક્ષય પુણ્ય મળે છે.
કારતક મહિનામાં દીપદાનનું શું છે મહત્ત્વ
કારતક મહિનામાં દીપદાન ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે. કારતક મહિનામાં દીપદાન કરવાથી વ્યક્તિને સફળતા અને સિદ્ધિ લઈને આવે છે અને મોક્ષ પ્રાપ્તિ પણ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર કારતક મહિનામાં દાન કરવાથી વ્યક્તિને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે અને આવતા જનમાં મહાન કૂળમાં જન્મ લેવાનું વરદાન પ્રાપ્ત થાય છે. કારતક મહિનામાં દીપદાન કરવાથી પાપનો નાશ થાય છે.
દીપદાન ક્યારે કરવું જોઈએ
દીપદાન ક્યારે કરવું જોઈએ એની વાત કરીએ તો કારતક મહિનામાં ખાસ કરીને દીપદાન કરવામાં આવે છે. અને આ મહિનાને દીપદાન માસ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય દિવાળી, નરક ચતુર્દશી અને કારતક પૂર્ણિમા પર દીપદાન કરવાનું ખૂબ જ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. દીપદાનને અંધારું થયા બાદ એટલે સૂર્યોદય (બ્રહ્મ મુહૂર્તથી પહેલાં) કે સૂર્યાસ્ત બાદ કરવું જોઈએ. દીપદાન ઘરના પૂજાસ્થાન, તુલસીના છોડ નજીક, નદી કે તળાવ અને મંદિરમાં કરવામાં આવે છે.
આ મંત્રનો કરો જાપ
કારતક મહિનામાં દીપદાન કરતાં સમયે શુભં કરોતિ કલ્યાણં મંત્રનો જાપ કરવો જોઈએ અને એનો અર્થ થાય છે શુભ અને કલ્યાણ કરનારી, આરોગ્ય ધન-સંપદા આપનારી અને શત્રુ બુદ્ધિનો વિનાશ કરનારી દીપકની જ્યોતિને નમસ્કાર કરે છે.
દીપદાન કઈ રીતે કરશો
એક માટીના દીવામાં ઘી અને તેલનો દીવો કરીને કોઈ નદી, તળાવ, તુલસીના ક્યારા પાસે કે દીપદાન કરી શકો છો. દીવાને સીધું જમીન પર રાખવાને બદલે ચોખા કે સપ્તધાનની ઉપર રાખો એટલે જમીનને નુકસાન ના પહોંચે. દીવો પ્રજ્વલિત કરતી વખતે ભગવાનનું સ્મરણ કરો અને પોતાની મનોકામનાની ધારણા કરો.
દીપદાનના આ છે નિયમ
દીપદાન કરતી વખતે કેટલા નિયમનું પાલન કરવું જોઈએ. દીપદાનમાં દીવાની સંખ્યા મોનકામના અનુસાર નક્કી કરવામાં આવે છે. જો તમે દીપદાન માટે નદી પાસે નથી જઈ શકતા તો ઘરે જ નદીનું આવ્હાન કરીને પણ દીપદાન કરી શકાય છે. દીપદાન કરતી વખતે એક દીવાથી બીજો દીવો ના પ્રજ્વલિત કરવો જોઈએ.
આ પણ વાંચો…દિવાળીમાં ઘરના દરવાજા પર આંબાના પાનના તોરણમાં કેટલા પાન હોવા જોઈએ? આ નિયમ જાણી લો…