સ્પેશિયલ ફિચર્સ

માઉન્ટ એવરેસ્ટ કરતાં ઓછી ઉંચાઈ છતાં આ રહસ્યમયી પર્વત કોઈ સર નથી કરી શક્યું, કારણ જાણીને ચોંકી ઉઠશો…

આ વિશાળ દુનિયામાં અનેક એવા રહસ્યો આજે પણ છે કે જેનો ખુલાસો નથી થયો કે જો તેનું રહસ્ય ઉજાગર થયું હોય તો પણ તેના પર વિશ્વાસ કરવાનું અઘરું થઈ જાય છે. આવું જ એક રહસ્ય છે કૈલાશ પર્વતનું. કૈલાશ પર્વત એ દુનિયાની સૌથી રહસ્યમયી અને પવિત્ર સ્થાનમાંથી એક છે. તિબેટના ન્નગારી પ્રાંતમાં આવેલો આ પર્વત ભારત, નેપાળ અને ચીનની સીમા પર સ્થિત છે. પરંતુ શું તમને ખબર છે કે કૈલાશ પર્વત એ માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઉંચાઈમાં ઓછું છે તેમ છતાં લોકો તેને ક્લાઈમ્બ નથી કરતી શકતા. આવું કેમ? ચાલો આજે તમને આ પાછળના કારણ વિશે જણાવીએ…

હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે કૈલાશ પર્વત જ એવું પવિત્ર સ્થાન છે કે જ્યાં ભગવાન શિવજી ધ્યાન અને સમાધિ અવસ્થામાં રહે છે. આ સ્થાનને જૈન, બૌદ્ધ અને બોન ધર્મના લોકો ખૂબ જ પવિત્ર માને છે અને તેની ઉંચાઈ આશરે 6,638 મીટર જેટલી છે. માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ કૈલાશ માન સરોવરની ઉંચાઈ ઓછી છે તેમ છતાં એક પણ વ્યક્તિ આજ સુધી આ કૈલાશ પર્વત સર નથી કરી શક્યો.

વાત કરીએ કૈલાશ પર્વતની બનાવટ એકદમ પિરામિડ જેવી છે, જે એને વધારે રહસ્યમયી બનાવે છે. એવું કહેવાય છે કે આ પર્વત ધરતીનું કેન્દ્ર બિંદુ છે, જ્યાંથી સૃષ્ટિને ઊર્જા મળે છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુ કૈલાશ માનસરોવરની યાત્રા માટે આવે છે. આ યાત્રામાં આસરે 52 કિલોમીટરની પગપાળા પરિક્રમા કરવી પડે છે જે ત્રણ દિવસમાં પૂરી થાય છે. ઉંચાઈ, ઓક્સિજનની કમી અને ઠંડને કારણે આ યાત્રા એટલી સરળ નથી હોતી.

પાંચ કારણો છે જવાબદાર
હવે મુદ્દાની વાત કરીએ કે આખરે કોઈ વ્યક્તિ કેમ આજ સુધી આ પર્વતના શિખર સુધી નથી પહોંચી શકી એની તો એના માટે અલગ અલગ કારણો આપવામાં આવે છે. એમાંથી જ પાંચ પ્રમુખ કારણો વિશે આજે આપણે અહીં વાત કરીશું…

⦁ ધાર્મિક માન્યતાનું ઉલ્લંઘન

કૈલાશ પર્વતના શિખર પર હજી સુધી કોઈ કેમ પહોંચી શક્યું નથી એનું સૌથી મોટું અને પ્રમુખ કારણ છે ધાર્મિક માન્યતાનું ઉલ્લંઘન. આ પર્વત પર ચઢવું એટલે ભગવાન શિવજીની મર્યાદાનું ઉલ્લંઘન માનવામાં આવે છે. આ જ કારણસર કૈલાશ માનસરોવરની યાત્રા માટે આવતા શ્રદ્ધાળુઓ પણ આ પર્વતની પરિક્રમા કરે છે અને તેના પર ચઢતા નથી.

⦁ હવામાનઃ

આ રહસ્યમયી પર્વત પર હજી સુધી કોઈ પહોંચી શક્યું નથી એનું બીજું અને મોટું કારણ એટલે અહીંનું હવામાન. કૈલાશ પર્વત પર વાતાવરણ ખૂબ જ અસ્થિર હોય છે. એક પળમાં જ અહીંનું સાફ-સૂથરું વાતાવરણ બર્ફીલા તોફાન અને જોખમી બની જાય છે. આ કારણસર પણ અહીં કોઈ ક્લાઈમ્બિંગ માટે નથી આવતું.

⦁ મેગ્નેટિક ફોર્સઃ

વૈજ્ઞાનિકોની એવી માન્યતા છે કે કૈલાશ પર્વતની આસપાસમાં મેગ્નેટિક ફોર્સ વધારે છે. જેને કંપાસ કે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ કામ કરવાનું બંધ કરી દે છે. આવી દુર્ગમ જગ્યા પર દિશાનો અંદાજો ના આવતા પર્વતારોહીઓ માટે આગળ વધવાનું અઘરું થઈ પડે છે.

⦁ ડિફરન્ટ એનર્જીનો અનુભવઃ

કેટલાક પર્વતારોહીઓએ કૈલાશ પર ચઢાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે કૈલાશ પહોંચતા જ તેમને અલગ પ્રકારની એનર્જીનો અહેસાસ થયો. અચાનક જ તેમનું માથું ભમવા લાગ્યું અને થાક લાગવા લાગ્યો હતો.

⦁ સમયની ગતિ વધારે છેઃ

કેટલાક લોકોએ તો એવો દાવો પણ કર્યો હતો કે પૃથ્વી કરતાં પણ કૈલાશ પર સમયની ગતિ વધારે ઝડપી છે અને એટલે કલાકોમાં જ તમારા વાળ, નખ, દાઢી વગેરે વધવા લાગે છે. ચીન સરકાર દ્વારા પણ આ પર્વત પર ક્લાઈમ્બિંગ પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી તેની પવિત્રતા જળવાઈ રહે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button